Dosa Recipe: ઢોસા બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi06, Sep 2024 04:29 PMgujaratijagran.com

ઢોસાની રેસીપી

ઘણા લોકોને સવારે નાસ્તામાં ઢોસા ખાવા પસંદ હોય છે અને તે ઝટપટ બની જાય છે, ચાલો જાણીએ રવા અને ચોખાના લોટમાંથી બનતા ઢોસાની રેસીપી.

સામગ્રી

રવો, ચોખાનો લોટ, મેંદાનો લોટ, જીરું, આદું-લીલા મરચાની પેસ્ટ, લીમડાના પાન, કોથમીર, ડુંગળી, પાણી, તેલ, મીઠું.

સ્ટેપ- 1

એક મોટા બાઉલમાં રવો,ચોખાનો લોટ, મેંદો,મીઠું નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં જીરું, લીલું મરચું, આદું, લીમડાના પાન, લીલા ધાણા, ડુંગળી ઉમેરીને તેને બરાબર મિક્ષ કરો.

સ્ટેપ- 3

હવે તેમાં પાણી ઉમેરીને છાશ જેવુ પાતળું ખીરું બનાવી લો.

સ્ટેપ- 4

હવે તેના પર એક થાળી ઢાંકીને 20 મિનિટ માટે સેટ થવા દો.

સ્ટેપ- 5

હવે એક ગેસ પર તવાને ગરમ કરીને તેમાં ખીરું રેડો અને ગોળ આકારમાં ફેલાવી દો.

સ્ટેપ- 6

ઢોસાની કિનારીઓ પર તેલ નાખીને હળવા ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવી લો.

સર્વ કરો

રવા ઢોસા તૈયાર છે, તમે નારિયેળની ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lasun Chutney Recipe: રાજસ્થાની લસણની ચટણીની યુનિક રેસીપી