રાજસ્થાની સ્ટાઈ લસણની ચટણી થોડી તીખી હોય છે, પરંતુ તેના મસાલેદાર સ્વાદથી મોંઢામાંથી સીસકારા નીકળી જાય છે.
લસણની ચટણી દિવસમાં ભોજન સાથે સર્વ કરી શકાય છે. આ ચટણીમાં ઘણા મસાલાનાખવામાં આવે છે, નોંધી લો રેસીપી.
લસણ, કાશ્મીરી સૂકા લાલ મરચાં, જીરું, અજમો, રાઈ, લાલ મરચું પાવડર, તેલ,પાણી, મીઠું.
સૌ પ્રથમ મિક્સર ગ્રાઇન્ડરમાં લસણની કળી,કાશ્મીરી સૂકું લાલ મરચું,જીરું,અજમો,લાલ મરચું પાવડર, મીઠું અને પાણી ઉમેરીને બ્લેન્ડ કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ જીરું નાખીને સાંતળી લો.
હવે થોડીવાર પછી તેમાં પાણી નાખીને ઉકાળવા લાગે એટલે તેમાં ગાર્લિક પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
ગેસ પર ચટણીનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર પાકાવો.
તૈયાર છે રાજસથાની સ્ટાઈલ લસણની ચટણી, તમે રોટલી કે રોટલા સાથે સર્વ કરી શકો છો.
એકવાર રાજસ્થાની લસણની ચટણી ઠંડી થઈ જાય, પછી તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.