Masala Bhindi Recipe: મસાલા ભીંડી શાક બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi06, Sep 2024 02:56 PMgujaratijagran.com

મસાલા ભીંડી શાક

ભીંડાનું શાક તો દરેક લોકો ખાધુ જ હશે, આજે અમે તમને મસાલા ભીંડી શાક બનાવવાની યુનિક રીત જણાવીશું.

સામગ્રી

ભીંડા, લીલા મરચાં, તેલ, ધાણાજીરું, લાલ મરચું પાવડર, રાઈ-જીરું, હળદર પાવડર, મીઠું, લસણ, ડુંગળી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ભીંડાને ધોઈ કપડા વડે લૂછીને ગોળ કે લંબાઈ તમને મન પસંદ આકારમાં સમારી લો. ડુંગળી, લસણ અને મરચાને પણ સમારી પ્લેટમાં રાખો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, લસણ-મરચાંની પેસ્ટ નાખીને સાંતળો.

સ્ટેપ-3

હવે તેમાં સમારેલ ભીંડા ઉમેરીને તેને 5 મિનીટ સુધી ધીમી આંચ પર સતત હલાવતા રહીને ફ્રાય કરો.

સ્ટેપ-4

હવે તેમાં ડુંગળી, મીઠું, મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર,ગરમ મસાલો વગેરે નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે થોડીવાર ફ્રાય કરી તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરીને કોથમરી ગાર્નિશ કરો

સર્વ કરો

તૈયાર છે મસાલા ભીંડી શાક તમે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Maggi Bhajiya Recipe: મેગીના ભજીયા બનાવવાની યુનિક રેસીપી