ચોમાસાની ઋતુમાં મેથી, મરચાં, બટેટા વગેરેના ભજીયા તો તમે ખાધા જ હશે, આજે અમે તમને મેગીના ભજીયા બનાવવાની રીત જણાવીશું.
મેગી, મેગી મસાલો, કેપ્સિકમ, ડુંગળી, મીઠું, લાલ મરચું, હિંગ, ધાણાજીરૂ, હળદર, પાણી, આદુ-લસણ-મરચાની પેસ્ટ, કોથમરી, તેલ.
સૌ પ્રથમ એક પેનમાં ગરમ પાણી કરી તેમાં મેગી નાખીને બાફીને એક બાઉલમાં કાઢી લો.
હવે તે બાઉલમાં સમારેલી ડુંગળી, કેપ્સીકમ,લીલા મરચાની કટકી,કોથમરી ઉમેરો.
હવે તેમાં મેગી મસાલો,ધાણાજીરું,મીઠું-મરચું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના નાના ભજીયા બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં પકોડા તળી લો.
તૈયાર છે મેગી પકોડા તમે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.