ઈડલી સંભાર તો દરેક લોકોએ ટ્રાય કર્યો જ હશે, તમે આ મસાલો ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી તમને ઉપયોગી થશે.
સૂકા ધાણા, મીઠા લીમડાનાં પાન, ચણા દાળ, સૂકી મેથી, રાઈ-જીરું, મરી, તજ, સૂકું લાલ મરચું, છીણેલું સૂકું નારિયેળ, હળદર.
સૌ પ્રથમ બધી સામગ્રી અલગ-અલગ બાઉલમાં કાઢી લો.
હવે એક પેનમાં સૂકા ધાણા અને મીઠા લીમડાનાં પાનને હળવા શેકીને એક પ્લેટમાં કાઢી લો.
હવે તેમાં ચણાની દાળ, રાઈ અને મેથીના દાણા શેકીને એક પ્લેટમાં કાઢી લો.
હવે એ જ પેનમાં જીરું, મરી, તજ,સૂકા લાલ મરચાને શેકીને પ્લેટમાં કાઢી લો.
હવે એ જ પેનમાં સૂકું છીણેલું નારિયેળ ઉમેરીને હળવું શેકી લો.
હવે બધી સામગ્રીને એક મિક્સજ જારમાં નાખીને પીસીને પાઉડર બનાવી લો.
તૈયાર છે સંભારનો મસાલો તમે કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.