દેશ અને દુનિયામાં સૌથી વધુ ખાવામાં આવતી ભારતીય વાનગીઓ


By Vanraj Dabhi05, Sep 2024 10:16 AMgujaratijagran.com

ભારતીય વાનગીઓ

ભારતની ઘણી એવી વાનગીઓ છે, જેને અન્ય દેશોના લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ચાલો જાણીએ.

બિરયાની

બિરયાની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. તમે તેને વેજ કે નોન-વેજ બંને રીતે બનાવી ખાઈ શકો છો.

ઢોસા

ઢોસા એ દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તમે ચોખા અને અડદની દાળમાંથી ઘરે પણ ટ્રાય કરી શકો છો.

બટર ચિકન

બટર ચિકન એક પંજાબી વાનગી છે, જે દેશ-દેશના લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે.

દાલ મખની

દાલ મખની પણ એક પંજાબી વાનગી છે, જેને દરેક જગ્યાએ લોકો દિલથી ખાય છે.

નાન

નાન એ તવા પર શેકીને બનાવવામાં આવતી વાનગી છે. તે લોટ, ડ્રાય યીસ્ટ, મીઠું, પાણી વગેરે ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે.

સમોસા

બટાકા, વટાણા અને લોટમાંથી બનેલા સમોસા ભારત સહિત વિદેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

અન્ય

આ વાનગીઓ ઉપરાંત કોરમા, ટિક્કા, તંદૂરી રોટી, કબાબ, મલાઈ કોફતા, ચાટ, પાણી-પુરી વગેરે જેવી વાનગીઓ પણ ઘણા દેશોમાં લોકપ્રિય છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makhana Kheer Recipe: ટેસ્ટી અને પૌષ્ટિક મખાનાની ખીર બનાવવાની રેસીપી