મધ-મીઠી અને પાકેલી કેરીને ઓળખવા માટે આ ટિપ્સ જાણી લો


By Smith Taral22, May 2024 11:56 AMgujaratijagran.com

ઉનાળાની સિઝનમા સૌથી વધું આનંદ કેરી ખાવામાં આવે છે. તેવામા અલગ અલગ જાતની કેરીના સ્વાદ માણવાની મજા પણ અલગ હોય છે. જો તમે બજારમાથી કેરી લાવતા હોવ તો તમારે કેરી વસ્તુઓ ઘ્યાનમાં રાખવી જેથી તમે મધ-મીઠી અને પાકેલી કેરી ખાઈ શકો.

સ્પર્શ કરીને તપાસો

પાકેલી અને મીઠી કેરીને સ્પર્શ કરતા તે નરમ લાગે છે, માટે જ્યારે પણ કેરી ખરીદવા જાવો ત્યારે હળવા હાથે કેરીને દબાવીને જુવો, જો તે નરમ લાગે તો તે પાકી હશે. પરંતુ આ કરતી વખતે ધ્યાન રાખો કે તે વધારે દબાઈ ન જાય

કેરીને દબાવવાનો પ્રયાસ કરો

ઘણી વખત બહારથી પાકેલી કેરી અંદરથી કાચી નીકળે છે. માટે એ વાતનું ધ્યાન રાખો કે તમે જે પણ કેરી ખરીદી રહ્યા છો તે વધારે કડક ન હોય.

વધુ પાકેલી

આ સિવાય ખૂબ પાકેલી કેરી ખરીદવાનું ટાળો. આવી કેરી અંદરથી સડેલી નીકળી શકે છે.

સુગંધ

પાકી અને કુદરતી રીતે પકાવેલી કેરીની સુંગધ સારી આવે છે, જો તમને કેરીમાંથી સુગંધ આવે છે તો પાકી હોઈ શકે છે.

સુગંધ

પાકી અને કુદરતી રીતે પકાવેલી કેરીની સુંગધ સારી આવે છે, જો તમને કેરીમાંથી સુગંધ આવે છે તો પાકી હોઈ શકે છે.

રંગ

કેરીનો રંગ જોઈને પણ પારખી શકાય છે, બધી પીળી દેખાતી કેરી પાકી અને સ્વાદીષ્ટ નથી હોતી. જો કેરીનો રંગ આછો ગુલાબી અને લીલો હોય તો એ કારી પાકી છે

રાત્રે વાળની સંભાળ કેવી રીતે રાખવી?