ગરમી શરૂ થતાં જ લોકોને એસીમાં રહેવું ગમે છે. શું તમે તેનાથી થતાં નુકસાન વિશે જાણો છો. જો નથી જાણતા તો આવો જાણીએ.
એસીમાં વધુ સમય રહેવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ગંભરી નુકસાન થઇ શકે છે. આવો જાણીએ આ બમારીઓ વિશે.
વધુ સમય એસીમાં રહેવાથી ગળુ સૂકાય છે અને નાક બંધ થાય છે. આ કારણે પણ એસીમાં વધુ સમય ના રહેવું જોઇએ.
ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. એસીમાં રહેવાથી શરીર નમીને શોષે છે જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થવાનું જોખમ રહે છે.
જો તમે વધુ સમય એસીમાં રહો છો તો ડ્રાઇ સ્કિન પણ થઇ શકે છે, આ કારણે બને એટલું વધુ માત્રામાં પાણી પીવો.
એસીમાં રહેવાથી શરીર અકડ અને સુસ્ત થઇ જાય છે, જેના કારણે શરીરના અંગોમાં દુખાવો થાય છે.
જો તમે એક અસ્થમાના દર્દી છો તો એસીમાં રહેવું તમારા માટે ખૂબ જ ખતરનાક છે, અને તેનાથી ઇન્ફેક્શન પણ થઇ શકે છે.