શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર છે ખોરાક


By Smith Taral12, Sep 2024 04:07 PMgujaratijagran.com

ઘણા લોકો માને છે પ્રોટીન નોન વેજમાં સૌથી વધુ મળે છે, પરંતુ ઘણા એવા શાકાહારી ખોરાક છે જે પ્રોટીનથી ભરપૂર છે. દુધ, દહીં, દાળ, ચણા જેવા ઘણા શાકાહારી ખોરાકમાંથી તમે પ્રોટીન મેળવી શકો છો. આવો જાણીએ વધુમાં

દુધ-દહીં

પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે તમે ડાયેટમાં દુધ, દહીંને તમારા ડાયેટમાં ઉમેરો. રોજ દુધ પીવાથી પ્રોટીનની ઉણપને દુર કરી શકાય છે

સોયાબીન

સોયાબીનની સબ્જી અને સલાડમાં નાખીને તમે તેનું સેવન કરી શકો છો, સોયાબિન પ્રોટીનનો સારો સ્રોત છે.

પનીર

પનીર પણ પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે, આને તમે સલાડ, સેન્ડવીચ અથવા સબ્જી બનાવીને ખાઈ શકો છો.

દાળ

તમારા ભોજનમાં દાળનો પણ સમાવેશ કરો. દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે જેના સેવનથી તમે પ્રોટીનની ઉણપને ઝડપથી દૂર કરી શકો છો.

ડ્રાય ફ્રુટ

પ્રોટીન માટે તમે ડ્રાય ફ્રુટનું સેવન પણ કરી શકો છો. ખાસ કરીન કાજૂ બદામમાં સારી માત્રામાં પ્રોટીન મળે છે. તમારા નાશ્તામાં તમે ડ્રાય ફ્રુટને એડ કરી શકો છો

મગફળી

મગફળીમાં રહેલું પ્રોટીન, વિટામિન અને કેલરી શરીરને પોષણ આપવામાં મદદ કરે છે. પ્રોટીનની ઉણપને દુર કરવા માટે તમે મગફળીનું સેવન કરો

ટોફુ

સોયાબીનથી બનાવવામાં આવતું ટોફુ પણ પ્રોટીનનો સારો સ્રોત છે. ટોફુમાં ઈંડા જેટલું પ્રોટીન મેેળવી શકાય છે. આ સિવાય તેમાં આર્યન અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળે છે.

ચણા

પ્રોટીનની પૂર્તી માટે ચણા પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ચણાનું શાક, ફણગાવેલા ચણાનું સલાડ, શેકેલા ચણા તરીકે તેનું સેવન કરી તમે પ્રોટીનની પૂર્તિ કરી શકો છો

મગફળી ખાધા પછી કયાં ખોરાકનું સેવન ટાળવું જોઈએ, જાણી લો