જવાન તોડી શકે ઘણા રેકોર્ડ, જાણો કેમ?


By Hariom Sharma13, Jul 2023 11:30 AMgujaratijagran.com

શાહરુખ ખાન હાલ ખૂબ જ ચર્ચામાં છે. વર્ષ 2023માં શાહરુખ ફિલ્મ પઠાણને લઇ ચર્ચામાં હતો, હવે અપકમિંગ ફિલ્મને લઇને ચર્ચામાં છે.

જવાન

શાહરુખની ફિલ્મ જવાન 7 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીજર પણ આવી ગયું છે. આવો જાણીએ કેમ શાહરુખની ફિલ્મ ઘણા બધાં રેકોર્ડ તોડી શકે છે.

એક્શન ફિલ્મ

શાહરુખની થોડા સમય પહેલા જ એક્શન ફિલ્મ પઠાણ રિલીઝ થઇ હતી, જેણે ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યાં. શાહરુખની એક્શન ફિલ્મ જવાન પણ લોકોને પસંદ આવી શકે છે.

વિલન

મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહરુખ આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. શાહરુખ દરેક રોલ સારી રીતે કરી શકે છે.

બેકગ્રાઉન્ડ મ્યૂઝિક

ટીજરમાં બેકેગ્રાઉન્ડ મ્યૂઝિકની ફેન્સ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સાંભળતા જ જુસ્સો આવે છે.

લુક્સ

ફિલ્મમાં શાહરુખ અલગ અલગ લુકમાં જોવા મળે છે. શાહરુખ ખાન મેટ્રોમાં ડાન્સ કરતો લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

સ્ટાર કાસ્ટ

મૂવિમાં કાસ્ટની વાત કરીએ તો, સાઉથ સ્ટાર વિજય સેતુપત, સાન્યા અને દીપિકા પાદુકોણ જોવા મળશે. ફિલ્મમાં પોપ્યુલર સાઉથ એક્ટ્રેસ નયનતારા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Rakul Preet જેવો શિમરી લૂક પણ તમે ટ્રાય કરો