Dhokla Recipe: ફણગાવેલા મગના ટેસ્ટી અને સ્પંજી ઢોકળા


By Vanraj Dabhi23, Sep 2024 10:21 AMgujaratijagran.com

ફણગાવેલા મગના ઢોકળા

સવારના નાસ્તામાં યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા તો તમે, પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મગમાંથી પૌષ્ટિક ટેસ્ટી અને સ્પંજી ઢોકળા બનાવવાની રીત નોંધી લો.

સામગ્રી

ફણગાવેલા મગ, કોથમીર, દહીં, લીલા મરચાં, આદુ, મીઠું , સોજી, હળદર, હિંગ, તેલ, પાણી, ઈનો, લાલ મરચું પાઉડર, રાઈ, તલ, મીઠા લીમડાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં આદુ-મરચાના ટુકડા નાખીને ક્રશ કરી લો.

સ્ટેપ-2

હવે તે મિક્સર જારમાં ફણગાવેલા મગ, કોથમરી, દહીં અને પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં તે બેટર કાઢી તેમાં સોજી નાખી મિક્સ કરીને 15 મિનીટ સેટ થવા દો.

સ્ટેપ-4

હવે તેમાં હળદર, હિંગ, મીઠું, તેલ, ઈનો અને જરૂર મુજબ પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી લો.

સ્ટેપ-5

હવે એક ઢોકળીયામાં તેલ ગ્રીસ કરી તેમાં બેટર રેડી ઉપર લાલ મરચું છાંટીને સ્ટીમ કરી લો.

સ્ટેપ-6

હવે એક વઘારીયમાં તેલ ગરમ કરી રાઈ, તલ, મીઠા લીમડાના પાનનો વઘાર તૈયાર કરી સ્ટીમ ઢોકળા પર રેડો.

સર્વ કરો

તૈયાર છે ફણગાવેલા મગના સ્ટીમ ઢોકળા તમે છરી વડે ટુકડા કરીને ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lemon Pickle: તેલ અને મસાલા વગર લીંબુનું અથાણું બનાવવાની યુનિક રીત