Lemon Pickle: તેલ અને મસાલા વગર લીંબુનું અથાણું બનાવવાની યુનિક રીત


By Vanraj Dabhi22, Sep 2024 04:44 PMgujaratijagran.com

લીંબુનું અથાણું

અથાણું ભોજનનો સ્વાદ વધારે છે તેથી મોટા ભાગના લોકોને ભોજન સાથે કેરી, લીંબુ, આથેલા મરચા, કેવડા વગેરેનું અથાણું ખાતા હોય છે, આજે આપણે લીંબુનું અથાણું બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

લીંબુ, કાળું મીઠું, સફેદ મીઠું, શેકેલું જીરું પાવડર, કાળા મરી પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ બધા લીંબુને સારી રીતે ધોઈને સાફ કરી બધા લીંબુને ચાર ભાગમાં કાપી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ધીમી આંચ પર જીરુંને શેકીને પછી મિક્સર જારમાં નાખીને પીસીને સફેદ મીઠું, કાળા મરી, કાળું મીઠું અને જીરુંને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે મિશ્રણને લીંબુના મધ્ય ભાગોમાં ભરીને કાચની બરણીમાં રાખો.

સ્ટેપ-4

હવે અથાણાની બરણીને એક અઠવાડિયા સુધી તડકામાં રાખો.

સ્ટેપ-5

દરરોજ તડકામાં રાખવાથી મસાલો ઓગળીને બધા લીંબુમાં ચડી જશે.

સર્વ કરો

તૈયાર છે છે લીંબુનું અથાણું તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

લીંબુના અથાણાની આ રેસીપી એકવાર અજમાવો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Maggie Dosa: મેગી ઢોસાની યુનિક રેસીપી