ખાલી પેટ ખાવા ફણગાવેલી મગની દાળ ખાવાના ઘણા ફાયદાઓ મેળવી શકાય છે કારણ કે મગની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, વિટામીન B6 મળી આવે છે. આ પોષકતત્વો શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવામા ઘણી મદદ કરે છે.
ફણગાવેલી મગની એક ઓછી કેલરીવાળો ખોરાક છે જેથી તમે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે
આમાં વિટામિન 'એ' મળી આવે છે જે આંખોના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે આ સિવાય તે પેટ સંબધિત સમસ્યાઓ જેવી કે બ્લોટીંગ અને એસિડિટી માં પણ ફાયદાકારક છે.
જે લોકો ગેસ, અપચો અને બ્લોટીંગ જેવી સમસ્યાથી પરેશાન હોય તેઓએ ફણગાવેલી મગની દાળનું સેવન કરવુ જોઈએ તે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
ફણગાવેલી મગની દાળ ખાવાથી તમે આખો દિવસ તમે એનર્જેટીક રહો છો. આ ખાવાથી તમને આળસ કે ઊંઘ પણ આવતી નથી.
લાઈફસ્ટાઈલ અને હેલ્થ સંબઘિત આવા વધું સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ