કિડનીમાં પથરીની સમસ્યા આજકલ લગભગ દરેક ઉંમરમાં જોવા મળે છે. ખરાબ લાઈફસ્ટાઈલ, પાણી ઓછુ પીવાના લીધે આ સમસ્યા થવાની સંભાવના રહે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે કેવી રીતે આપણે પથરી જેવી સમસ્યાથી બચી શકીએ છે
જ્યારે પેશાબમાં કેલ્શિયમ, ઓક્સાલેટ જેવા ક્રિસ્ટલ બનાવતા પદાર્થોનું પ્રમાણ વધે છે ત્યારે તેમાથી પથરી બને છે.
જો કિડનીની પથરીનો વિકાસ થતો અટકાવવો હોય તો તેની માટે ડોકટરો ઓક્સાલેટ ધરાવતા ખોરાકનું સેવન ઘટાડવાની ભલામણ કરે છે.
બીટ, ભીંડા, પાલક, શક્કરીયા અને કેટલાક સોયા પ્રોડક્ટના સેવનથી ઓક્સાલેટ વધી શકે છે અને પથરી જેવી સમસ્યામાં વધારો કરી શકે છે
સોડિયમ આધારિત પ્રોટીનનું પ્રમાણ ઘટાડીને કિડનીમાં પથરી થતા અટકાવી શકાય છે.
કીડનીની સમસ્યમાં ડોક્ટર્સ જણાવે છે કે પુષ્કળ પાણી પીવાથી કિડનીમાં પથરીનું જોખમ ઘટાડી શકાય છે.
કિડનીની પથરીથી બચવા માટે સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને પુષ્કળ પ્રમાણમા પાણી અને પ્રવાહી પીવો.