ફાટેલા દૂધમાંથી બનાવો આ ટેસ્ટી વાનગી


By Jivan Kapuriya10, Aug 2023 01:21 PMgujaratijagran.com

જાણો

દૂધ ઘણી વખત વધારે ગરમીને કારણે બગડી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો તેમાંથી પનીર બનાવે છે, પરંતુ જો તમે પનીર ખાવાથી કંટાળી ગયા છો, તો આજે અમે તમને ફાટી ગયેલા દૂધની કેટલીક એવી સ્વાદિષ્ટ મીઠી વાનગીઓ જણાવવા જઈ રહ્યા છીએ,જેને ખાવાથી તમને મજા આવશે.

સ્ટીમ્ડ બરફી

તમે બગડેલા અથવા ખાટુ પડી ગયેલા દૂધમાંથી સ્ટીમ્ડ બરફી બનાવી શકો છો, આ માટે તમારે માત્ર ફાટી ગયેલ દુધ,કાજુ પાવડર,વેનીલા એસેન્સ,કેસર,હંગ દહી,કન્ડેન્સ્ડ દૂધ જેવી સામગ્રીની જરૂર છે.

રસમલાઈ

તમે ફાટેલા દૂધ,લીલી ઈલાયચી, કેસર,ખાંડ,પિસ્તા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ રસમલાઈ ખાઈ શકો છો. તમે તહેવાર દરમિયાન તેની સ્વાદિષ્ટ રસમલાઈ બનાવી શકો છો.

કલાકંદ

તમે ફાટેલા દૂધનું ચેન બનાવીને તમાં તાજું દૂધ,ઘી,ખાંડ,એલચી પાવડર ઉમેરીને સ્વાદિષ્ટ કલાકંદ બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

બરી

ફાટેલા દૂધને ગરમ કરીને ઘટ્ટ કરો. ત્યારબાદ તેમાં ખાંડ મિક્સ કરી લો અને તેને ટેસ્ટ કરીને ખાવ.

રસગુલ્લા

તમે ફાટેલા દૂધનું ચેન બનાવો અને તેને ઠંડુ કરો.પછી તેને રસગુલ્લાના આકારમાં બનાવો અને તેને ખાંડની ચાસણીમાં બાળીને ખાવ. તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

લાડુ

તમે ફાટેલા દૂધમાંથી ક્રીમી અથવા સાદા લાડુ બનાવી શકો છો.તમે ચેનમાં નાળિયેર નાખીને લાડુ બનાવી શકો છો અથવા ક્રીમ વડે સાદા લાડુ પણ બનાવી શકો છો.

કેક

તમે કેક બનાવવા માટે ફાટેલા દૂધનો ઉપયોગ કરી શકો છો. બગડેલું દૂધ ખાવાના સોડા જેવું કામ કરે છે. તેની કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

તમે ફાટેલા દૂધમાંથી આ સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકો છો.

આ રીતે ઘરે જ બનાવો હલવા જેવો મૈસુર પાક, જાણી લો રેસીપી