મૈસુર પાક કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે,જે ખાસ કરીને મીઠાઈ તરીકે પીરસવામાં આવે છે. ચાલો જાણીએ તેની રેસીપી.
ખાંડ - 1 કપ,ચણાનો લોટ -1 કપ,પાણી - કપ,ઘી - અઅડધો કપ.
સૌપ્રેથમ એક કડાઈમાં ચણાનો લોટ નાખીને શેકી લો, જ્યારે ચણાના લોટમાંથી સુગંધ આવવા લાગે અને શેક્યા પછી તે ઓછા બ્રાઉન કલરનો થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
હવે એક કડાઈમાં પાણી અને ખાંડ ઉમેરીને ચાસણી ગરમ કરો અને ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં ચણાનો લોટ નાખીને મિક્સ કરો.
જ્યાં સુધી ચણાનો લોટ સંપૂર્ણપણે ઓગળી ન જાય અને પેસ્ટ જેવો ન થાય ત્યાં સુધી ચમચી વડે હલાવતા રહો.
હવે એક કડાઈમાં ઘા ગરમ કરો અને ઘી ગરમ થઈ જાય અટલે તેમાં આ ચણાના લોટની પેસ્ટ નાખીને મિક્સ કરો.
ચણાના લોટને ઘીમાં થોડીવાર પકાવો પછી એક થાળીમાં ઘી લગાવીને તેમાં કાઢી લો અને ફેરવો દો.
હવે તેને છરી વડે બરફીના આકારમાં કાપી લો. ઉપર પિસ્તા અને બદામ ઉમેરીને ગાર્નિશ કરો.