જો તમને સપનામાં દીવાલ પર ચોંટેલી ગરોળી દેખાય, તો તેનો અર્થ એ થયો કે, તમે કોઈ દુશ્મનના ષડયંત્રનો શિકાર બની શકો છે. એવામાં સાવધાન રહો.
સપનામાં જીવડા ખાતી ગરોળી અશુભ મનાય છે. આ પ્રકારના સપના તમારા જીવનમાં આવનારા મોટા નુક્સાનનો સંકેત મનાય છે. જે આર્થિક સંકડામણનું પણ કારણ બની શકે છે.
આ ઉપરાંત જો તમને સપનામાં ગરોળીનું બચ્ચુ દેખાય, તો તેનો અર્થ એ છે કે, તમારા કામમાં કોઈને કોઈ અવરોધ ઉભો થવાનો છે.
સપનામાં ગરોળી ઘરમાં ઘુસતી દેખાય, તો તેનો અર્થ છે કે, તમે કોઈ મોટી ઘરેલુ સમસ્યામાં સપડાવાના છો.
સપનામાં પોતાને ગરોળીને મારતા જોવી શુભ સંકેત મનાય છે. જેનો અર્થ છે કે, તમારી તમામ સમસ્યા દૂર થવા જઈ રહી છે.
સપનામાં તમે જોશો કે, ગરોળી તમારાથી ડરીને ભાગી રહી છે, તો તે એક શુભ સંકેત છે. જેનો અર્થ એ થાય છે કે, તમને નોકરીમાં પ્રમોશન મળવા જઈ રહ્યો છે.
જો કોઈ પ્રેગ્નેન્ટ મહિલા પોતાના સપનામાં ગરોળી જુએ, તો તેનો અર્થ એ થાય છે કે, તેનું આવનાર બાળક સ્વસ્થ નહીં હોય.