ચંદ્રયાન-3ના લેન્ડિંગ સમયે ચંદ્ર કઈ રાશિ અને નક્ષત્રમાં સ્થિત છે જાણો


By Pandya Akshatkumar23, Aug 2023 02:07 PMgujaratijagran.com

તુલા રાશિમાં ભ્રમણ

ચંદ્ર હાલ તુલા રાશિમાંથી ભ્રમણ કરી રહ્યો છે, લેન્ડિંગના સમય 6.04pmએ ચંદ્ર તુલા રાશિમાં 25 અંશ સાથે સ્થિત હશે.

તુલા રાશિ શુભ કે અશુભ

તુલા રાશિ શુક્રની રાશિ છે, શુક્ર અને ચંદ્ર એકબીજાના મિત્ર છે, તેથી આ રાશિમાં ચંદ્રનું હોવું સારી બાબત છે.

નક્ષત્ર

ચંદ્રયાન-3ના લેન્ડિંગ સમયે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં સ્થિત હશે, આ નક્ષત્રનો સ્વામી ગુરુ હોવાથી તે પણ શુભ બાબત છે.

માનસિકતાનો કારક

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને માનસિકતાનો કારક ગણવામાં આવે છે, ચંદ્ર જો નબળો હોય તો વ્યક્તિમાં સહનશક્તિ તેમજ નિર્ણયશક્તિનો અભાવ હોય છે અને વ્યક્તિ હંમેશા દરેક બાબતે ખૂબ વિચારવિમર્શ કરે.

ઉપાય

ચંદ્ર જો કુંડળીમાં નબળો હોય તો દર સોમવારે મહાદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ સોમવારે ખીર ખાઈ ઉપવાસ કરવો જોઈએ.

કઈ રાશિનો સ્વામી

ચંદ્ર દેવ કર્ક રાશિના સ્વામી છે, તે રાશિમાં તેઓ સ્વગૃહી બને છે.

23 ઓગસ્ટ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today August 23, 2023