લસણની ચટણી સ્વાદમાં તીખી અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવા માટે ફક્ત લસણ, મરચાંનો પાવડર, જીરું, ધાણા પાવડર અને મીઠું વગેરે સામગ્રીની જરૂર પડે છે. તેનો ઉપયોગ ઘણા પ્રકારના શાકભાજી, ભેળ અને ચાટને વધુ સ્વાદિષ્ટ અને મસાલેદાર બનાવવા માટે પણ થાય છે. આ રેસીપીને અનુસરીને ઘરે આ મસાલેદાર ચટણી બનાવો.
25 લસણની કળી, 3 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જીરું, 2 ચમચી ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું.
સૌ પ્રથમ લસણની કળીઓને ફોલીને પ્લેટમાં રાખો.
હવે એક નાના મિક્સર જારમાં લસણની કળીઓ, જીરું, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું નાખો.
ત્યારબાદ તેને થોડું બરછટ પીસી લો, ધ્યાન રાખો પીસતી વખતે તેમા પાણી ઉમેરશો નહીં.
હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો તમે તેને એક અઠવાડિયા માટે ફ્રીજમાં નાના કન્ટેનરમાં રાખી શકો છો.
તમે રાત્રે ડિનરમાં ગુજરાતી ભાખરી અથવા બાજરી રોટલા અને સેવ ટામેટાના શાક સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.