હળદરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલા છે. ઈજા થવા પર હળદરને લગાવવાથી રૂઝ જલદી આવે છે. કાપો અથવા ઘા ઉપર હળદરમાં સરસવનું તેલ મિક્સ કરીને લગાવવાથી ઘા જલદી ભરાય છે.
આદુંનું સેવન સરદી-ખાંસી અને પેટ માટે ખૂબ જ ફાયદાકારક ગણાવમાં આવે છે. માઇગ્રેન અને માથાના દુખાવામાં પણ આદુંનું સેવન કરવાથી જલદી રાહત મળે છે.
પેટદર્દ, ગેસ અને અપચાની સમસ્યામાં મેથીનું સેવન રામબાણ ઇલાજ છે. મેથીના દાણાને વાટીને ચૂરણ બનાવી લો. પેટદર્દ અને ગેસ થવા પર એક ચમચી મેથીના ચૂરણને પાણી સાથે લેવું.
સરદી-ખાંસીમાં કાળા મરીનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ચા અથવા ઉકાળામાં કાળા મરીનો ઉપયોગ કરીને સરદી-ખાંસીમાં જલદી આરામ મળે છે.
જીરું વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. પેટને લગતી સમસ્યાઓમાં જીરાનો ઉપયોગ ખૂબ જ જૂનો ઘરેલું ઉપાય છે. સાથે જ જીરું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
જો દાંતનો દુખાવો પરેશાન કરે છે, તો એક લવિંગ દાંત નીચે દબાવીને રાખો, તરત આરામ મળશે. એક ગ્લાસ પાણીમાં 8-10 લવિંગ ઉકાળો. આ પાણીને ગાળીને કોગળા કરો. આનાથી તમને દાંતના દુખાવામાં રાહત મળશે.
પેટદર્દ, ગેસ, પેટ ફૂલવા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે અજમો કારગર ઉપાય છે. તમે અજમાનો ઉપયોગ ચૂરણ તરીકે પણ કરી શકો છો. આને શેકીને અથવા તો, પાણીમાં ઉકાળીને પી શકો છો.