ઉનાળામાં શરીરને ટાઢક આપશે આ 5 મસાલા, જાણો તેના ફાયદા વિશે


By Smith Taral31, May 2024 06:14 PMgujaratijagran.com

ઉનાળામાં વધતી ગરમીને લીધે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણું જરુરી છે. આ ઋતુમાં શરીરને ઠંડુ રાખી ગરમીમા રાહત મેળવવા તમારે પુષ્કળ પાણી પીવાની સાથે બીજા ઘણી હેલ્ધી વસ્તુંઓનું પણ સેવન કરવું જોઈએ. આ સ્ટોરીમાં આપણે કેટલાક મસાલા વિશે જાણીશું જે ઉનાળામાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે

વરીયાળી

વરિયાળીને આપણે માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમા લઈએ છે, પણ શું તમે જાણો છો વરિયાળીના સેવનથી તમે ઠંડક મેેળવી શકો છો, આ ઉપરાંત પાચન સંબંધી સમસ્યાઓ જેવી ગેસ કે બ્લોટીંગ જેવી સમસ્યામાં રાહત આપે છે

ઈલાયચી

પેટને ઠંડુ રાખવા માટે ઈલાયચીનું સેવન ફાયદાકારક નીવડે છે. તમે તેને દૂધ સાથે અથવા ચાવીને ખાઈ શકો છો.

જીરું

જીરું પણ ઉનાળામાં ખાવા માટેનો યોગ્ય મસાલો છે આ માત્ર ભોજનમાં સ્વાદ જ નથી ઉમેરતો પરંતુ તે સ્વાસ્થ્ માટે ઘણું ફાયદાકારક છે. આ પેટને ઠંડક આપવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

કોથમીર

ઉનાળામાં કોથમીર ખાવી પાચન માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે પેટને ઠંડુ રાખે છે અને ભોજનનો સ્વાદ પણ વધારે છે.

કોથમીર

ઉનાળામાં કોથમીર ખાવી પાચન માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે પેટને ઠંડુ રાખે છે અને ભોજનનો સ્વાદ પણ વધારે છે.

મેથીના દાણા

જો તમને ઉનાળા ખૂબજ ગરમીનો અનુભવ થતો હોય તો તમે મેથીના દાણાનું સેવન કરી શકો છો. આના પાણી પીવાથી તમને શરીરમાં ઠંડક મળે છે

ઉનાળામાં કોલ્ડ કોફી પીવાના 6 અદ્ભૂત સ્વાસ્થ્ય લાભો