નાની વયે સ્ટાર બની ગઈ TVની આ એક્ટ્રેસ, જુઓ તસવીર


By Sanket Parekh25, Mar 2023 02:15 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ

સિદ્ધિ હાંસલ કરવાની કોઈ ઉંમર નથી હોતી, આ વાતને TV ઈન્ડસ્ટ્રીઝની અનેક એક્ટ્રેસે સાબિત કરી દીધી છે. અહીં અનેક એવા સ્ટાર છે, જેમણે નાની વયે સફળતાના શિખરો સર કર્યાં છે.

સુમ્બુલ તૌકીર ખાન

બિગ બૉસ ફેમ સુમ્બુલ તૌકીર ખાન માત્ર 19 વર્ષની છે. જેણે સીરિયલ 'ઈમલી'થી લોકપ્રિયતા મેળવી હતી. તે સમયે એક્ટ્રેસની વય માત્ર 17 વર્ષની જ હતી.

જન્નત ઝૂબેર

જન્નત ઝૂબેર હાલ 21 વર્ષની છે, પરંતુ જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે જ તેણે 'ફૂલવા' સીરિયલના માધ્યમથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી

રીમ શેખ

જ્યારે રીમ શેખ 6 વર્ષની હતી, ત્યારે જ તેણે ચાઈલ્ડ એક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસે નાની વયે ખૂબ જ પૉપ્યુલેરિટી મેળવી છે.

પ્રણાલી રાઠૌર

પ્રણાલી રાઠૌરે 2018માં ડેબ્યૂ કર્યું હતુ. હાલ એક્ટ્રેસ 'યે રિશ્યા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાની ભૂમિકામાં જોવા મળી રહી છે

મહિમા મકવાણા

'સપના સુહાને લડકપન કે'થી ફેમસ થયેલી એક્ટ્રેસ મહિમા મકવાણા માત્ર 23 વર્ષની છે. TV સીરિયલ્સની સાથે-સાથે મહિમાએ બૉલિવૂડમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

અવિકા ગૌર

'બાલિકા વધુ'ની 'આનંદી' હવે 25 વર્ષની થઈ ચૂકી છે. એક્ટ્રેસ હવે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની કિસ્મત ચમકાવી રહી છે

અવનીત કૌર

અવનીત કૌરને આજે કોઈ ઓળખાણની આવશ્યક્તા નથી. એક્ટ્રેસે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરથી કરિયરની શરૂઆત કરી હતી. આજે તે ઘણી જ લોકપ્રિય છે.

પતિની બર્થડે ટ્રિપ પર એક્ટ્રેસે બિકિનીમાં આપ્યા હટકે પોઝ, યૂઝરે આપ્યા આ રિએક્શન