કીર્તિ સુરેશ સાઉથની તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. જેણે અનેક ફિલ્મોમાં પોતાના ઉમદા અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે.
એક્ટ્રેસ પોતાની એક્ટિંગ અને ફિટનેસને લઈને ખૂબ જ મહેનત કરે છે. પોતાના ટ્રાન્સ્ફોર્મેશનથી કીર્તિએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. તો ચાલો જાણીએ કીર્તિની ફિટનેસ અને ડાયટ સિક્રેટ
એક્ટ્રેસ ડેઈલી જિમ કરવાની સાથે-સાથે સપ્તાહમાં એક વખત યોગા કરે છે. જેનાથી બૉડી ફિટ બની રહે છે.
કીર્તિ સુરેશ ડેઈલી જિમ જઈને વેટ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાનું કદી નથી ચૂકતી.
પોતાની વેટ લૉસ જર્નીમાં ડીવાએ ફેટ બર્ન માટે કાર્ડિયો કર્યું હતુ. આ સિવાય એક્ટ્રેસ સાઈકલિંગનો પણ શોખ ધરાવે છે.
આ સાથે જ કીર્તિ બૉડીને ડિહાઈડ્રેટ અને સ્કીનને ગ્લો રાખવા માટે દરરોજ ભરપુર માત્રામાં પાણી પીવે છે.
એક્ટ્રેસ પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરે છે. જે બાદ બ્રેકફાસ્માં એક બાઉલ કૉર્ન ફ્લેક્સ અને ઠંડુ દૂધ લે છે.
કીર્તિ સુરેશ વેજીટેરિયન છે અને લંચમાં સલાડ, દાળ, રોટલી અને લીલા શાકભાજી લે છે. જ્યારે ડિનરમાં તે હળવો આહાર લેવાનું પસંદ કરે છે.