સાડીમાં દેખાવા માંગો છો સ્ટાઈલિશ, તો કાજલ અગ્રવાલના લુક્સમાંથી લો ટિપ્સ


By Sanket M Parekh2023-05-23, 16:38 ISTgujaratijagran.com

ગોર્જિયસ સાડી લુક્સ

બ્લૂ-બ્લેક મિક્સ કલરની સાડી સાથે ફૂલ સ્લીવ્ઝ બ્લેક બ્લાઉઝમાં કાજલ ગોર્જિયસ લાગી રહી છે. પ્રોફેશનલ ઈવેન્ટમાં તમે આવી સ્ટાઈલ ટ્રાય કરી શકો છો.

અપ્સરા લુક

રેડ કલરની સિલ્ક સાડીની સાથે રેડ સ્લીવલેસ બ્લાઉઝ અને ગોલ્ડન જ્વેલરી પહેરીને કાજલ અગ્રવાલ કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી. ટ્રેડિશનલ ફંક્શન માટે આ લુક શાનદાર રહેશે.

રેડ સાડી લુક

રેડ શિફૉન સાડીની સાથે ચુડા અને મહેંદી લગાવેલા હાથમાં કાજલ નવોઢા લાગી રહી છે. લગ્નના તરત બાદ આવી સ્ટાઈલ તમે રિ-ક્રીએટ કરી શકો છો.

સુંદર લુક

યેલો નેટ એમ્બ્રોઈડરી સાડી સાથે બ્રાલેટ ડિઝાઈનર બ્લાઉઝ અને કાનમાં હેવી ઈયરિંગ્સ પહેરીને કાજલ એટ્રેક્ટિવ લાગી રહી છે. નવા-નવા લગ્ન બાદ અથવા કોઈ ટ્રેડિશનલ ઈવેન્ટ્સ પર સાડીની આ સ્ટાઈલ રિ-ક્રીએટ કરી શકો છો

પિન્ક સિલ્સ સાડી લુક

પિન્ક ઑરેન્જ મિક્સ કલર સિલ્ક સાડી સાથે ગળામાં ચોકર પહેરીને કાજલ અદ્દભૂત લાગી રહી છે. વાળમાં પોની સ્ટાઈલ આ લુકને સિમ્પલ અને એલિગન્ટ ટચ આપી રહી છે.

ફ્રિલ સાડી લુક

લાઈટ બ્લૂ કલરની ફ્રિલ સાડી સાથે કાજલે નો મેકઅપ લુક ક્રિએટ કર્યો છે, જેમાં તે પ્રિટી લાગી રહી છે.

હેન્ડ મેડ સાડી લુક

લાઈટ સ્કાય બ્લૂ કલરની હેન્ડ મેડ સાડી સાથે લાઈટ પીચ કલરનો બ્લાઉઝ પહેરીને કાજલ એકદમ સુંદર લાગી રહી છે. તેના આ લુકને તમે પ્રોફેશનલ ઈવેન્ટમાં રિ-ક્રીએટ કરી શકો છો.

વિરાટ કોહલીથી લઈને શુભમન ગિલ સુધી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન