સ્નેક્સ માટે ઓછા સમયમાં બની જશે ક્રિસ્પી રવા કચોરી, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી


By Sanket M Parekh28, Jul 2023 04:31 PMgujaratijagran.com

સામગ્રી

◆ રવો- 1 કપ ◆ અજમો- અડધી ચમચી ◆ બાફેલા બટાકા- અડધો કપ ◆ તેલ ◆ હીંગ-અડધી ચમચી ◆ જીરુ- અડધી ચમચી ◆ લાલ મરચાનો પાવટર- અડધી ચમચી ◆ ધાણાજીરુ- અડધી ચમચી ◆ આમચુર પાવડર- અડધી ચમચી ◆ મીઠું સ્વાદ અનુસાર

સ્ટેપ-1

સૌ પ્રથમ કડાઈમાં તેલને ગરમ કરો. જેમાં હીંગ અને અજમો નાંખી દો. જે બાદ રવો નાંખીને મધ્યમ આંચ પર શેકાવા દો.

સ્ટેપ-2

હવે એક કપ ગરમ પાણીમાં સ્વાદ મુજબ મીઠું નાંખીને આ પાણીને ધીમે-ધીમે રવામાં નાંખીને નરમ થાય ત્યાં સુધી ગુંથો.

સ્ટફિંગ

સ્ટફિંગ તૈયાર કરવા માટે કડાઈમાં તેલ નાંખો. ગરમ થયા બાદ તેમાં જીરુ, અમજો, આમચૂર પાવડર, લાલ મરચુ, ધાણાજીરુ અને મીઠુ મિક્સ કરી દો.

સ્ટેપ-4

તૈયાર મસાલામાં બાફેલા બટાકાને સારી રીતે મૈશ કરી નાંખો અને 3-4 મિનિટ સુધી શેકાવા દો.

સ્ટેપ-5

જે બાદ તૈયાર કરવામાં આવેલા લોટના નાના-નાના લોયા બનાવી લો. આ લોયાને ફેલાવીને તેની વચ્ચે તૈયાર કરવામાં આવેલ સ્ટફિંગ ભરી દો.

સ્ટેપ-6

હવે તેને કચોરીનો આકાર આપીને ગરમ તેલમાં નાંખીને લાલ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા દો.

NTPCના શેરોએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, વર્ષ 2008 બાદ એમકેપ 2 લાખ કરોડને પાર