શુક્રવારે શેરબજારમાં NTPCના શેરમાં આશરે ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. NTPCના શેર છેલ્લા એક દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે.
NTPCના શેરમાં છેલ્લા બે સપ્તાહમાં આશરે 12 ટકાની તેજી જોવા મળી છે. કંપનીનું બજાર મૂડીકરણ જાન્યુઆરી,2008 બાદ 2 ટ્રિબિલયન ડોલરને પાર કર્યું છે.
ગ્રુપ લેવલ પર 69134 મેગાવોટની કુલ ઈન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે NTPC ભારતની સૌથી મોટી વીજળી ઉત્પાદક કંપની છે. 24 ટકા ઉત્પાદન હિસ્સેદારી સાથે ભારતમાં કુલ સ્થાપિત ક્ષમતા 17 ટકા છે.
કંપનીનો લક્ષ્યાંક વર્ષ 2032 સુધીમાં 130 GW+ કંપની બનવાનો છે, જેમાં 60 GW વીજળી ઉત્પાદન પુનઃપ્રાપ્ય ઉર્જા મારફતે હશે.