અમેરિકા અને યુરોપમાં મંદી તથા મોંઘવારીને પગલે વ્યાજ દરોમાં વધારાની સ્થિતિમાં ભારતની મધ્યસ્થ બેંક પર સૌની નજર છે. RBIએ છેલ્લી બે બેઠકોમાં વ્યાજ દરોમાં વધારો કર્યો નથી.
પણ દેશમાં મોંઘવારીની સ્થિતિને જોતા એવું માનવામાં આવે છે કે આગામી ઓગસ્ટમાં રિઝર્વ બેંક ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરી શકે છે.
શાકભાજી ઉપરાંત કઠોળ, ચોખા, ઘઉં અને મસાલાની કિંમત ઝડપભેર વધી રહી છે. જેની અસર જુલાઈ મહિનાના મોંઘવારીના આંકડા પર જોવા મળી શકે છે.
નીતિ વિષયક દરમાં મોટા પાયે વધારા અને ફુગાવાને લગતા પડકારો ઘટવાના સંજોગોમાં વ્યાજ દરમાં વધારો નહીં થાય. પણ આ શક્યતા ઓછી છે.