જો તમે દાળનો વગાર કરતા સમયે થોડી કસ્તૂરી મેથીનો ઉપયોગ કરશો, તો તેનો સ્વાદ વધારે ટેસ્ટી થઈ જશે.
જો તમારા ઘરમાં ફીકી દાળ બની છે, તો તેમાં સ્વાદ લાવવા માટે તેમાં આમચૂર પાવડર મિક્સ કરી શકો છે. જેથી તમને ખટ્ટમીઠો ટેસ્ટ આવશે.
દાળમાં માખણ મિક્સ કરવાથી તેમાં એક રીતે ક્રીમી ફ્લેવર એડ થઈ જાય છે. આથી તમે બનેલી દાળમાં માખણ પણ મિક્સ કરી શકો છો.
દાળમાં ટેસ્ટ વધારવા માટે તમે તેમાં કોથમીરને ક્રશ કરીને વગારમાં નાંખી શકો છે. આ ઉપરાંત કોથમીરના પત્તાને પણ તેમાં નાંખી શકાય છે.
જો તમે તમારી દાળના વગારમાં આદુ-લસણની પેસ્ટ મિક્સ કરી દેશો, તો દાળ વધારે ટેસ્ટી થઈ જશે.
જો દાળના વગારમાં ટામેટા પીસીને નાંખવામાં આવે, તો ફિક્કી દાળમાં પણ એક અલગ પ્રકારનો ટેસ્ટ આવી જાય છે.
ગરમીના સિઝનમાં મળતી કાચી કેરીને પણ દાળમાં મિક્સ કરી શકાય છે. જેથી દાળમાં ખટાસનો ટેસ્ટ એડ થઈ જશે.