Somvati Amavasya 2023: આજે સોમવતી અમાસના દિવસે પિતૃ અને કાલસર્પ દોષથી મુક્તિ માટ


By Akshat Pandya20, Feb 2023 10:46 AMgujaratijagran.com

પિતૃ દોષ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા ઝાડની પ્રદક્ષિણા કરો.

દેવી-દેવતાઓનો વાસ

પીપળાના ઝાડમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેથી સોમવતી અમાસ પર દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી છૂટકારો મળે છે.

કેસરની ખીર

પિતૃ દોષના અશુભ પ્રભાવને દૂર કરવા માટે આ દિવસે દક્ષિણ દિશામાં કેસરયુક્ત ખીર અર્પણ કરો. દક્ષિણ દિશા પિતૃઓની દિશા કહેવાય છે.

પિતૃઓ પાસે ક્ષમા માંગો

સોમવતી અમાસના દિવસે જાણ્યા-અજાણે જે કાંઈ પણ ભૂલ થઈ હોય તેની પિતૃઓ પાસે માફી માંગવી જોઇએ.

કાલસર્પ દોષના ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં કાલસર્પ દોષને અશુભ કહ્યો છે, સોમવતી અમાસના દિવસે તેની પૂજા કરાવવાથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે.

દાન- તર્પણ કરો

સોમવતી અમાસના દિવસે સ્ના-દાન અને તર્પણ કરવાથી પિતૃઓ રાજી થાય છે અને આશિર્વાદ આપે છે.

તમારા બાળકનું નામ સૂર્યદેવના આ નામ પરથી રાખો, ચમકવા લાગશે કિસ્મત