સોમવતી અમાસે કરો આ ઉપાય, થઈ જશો માલામાલ


By Kisankumar Sureshkumar Prajapati16, Jul 2023 03:23 PMgujaratijagran.com

સોમવતી અમાસ

સોમવતી અમાસનું ઘણું મહાત્મ્ય રહેલું છે.આ દિવસે પિતૃની શાંતિ માટે પિંડદાન અને દાન-ધર્મ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે કરેલા કેટલાક ઉપાયછી તમારા જીવનમાં બદલાવ આવી શકે છે.

પિતૃ દોષમાંથી મુક્તિ

સોમવતી અમાસનો દિવસે પિતૃ દોષથી મુ્કિત મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. કેટલાક સરળ ઉપાય કરીને પિતૃને પ્રસન્ન કરી શકાય છે.

શિવજીની પૂજા કરવી

સવારે જલદી ઉઠીને કોઈ નદી, જળાશય અથવા કુંડમાં સ્નાન કરવું. સૂર્ય દેવને અર્ધ્ય આપ્યા પછી પિતૃ તર્પણ કરવું અને શિવજીની પૂજા કરવી. શિવ ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો.

શિવ ગાયત્રી મંત્રનો જાપ

આ શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથઈ શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત આ મંત્રનો જાપ કરવો.

દાન કરવું

આ દિવસે પિતૃની આત્માની શાંતિ માટે ઉપવાસ કરવો અને કોઈ ગરીબ વ્યક્તિને દાન-દક્ષિણા આપવી.

વૃક્ષારોપણ કરવું

આ દિવસે પીપળો, વડ, કેળા, લિંબુ, તુલસીના છોડનું વૃક્ષારોપણ કરવું શુભ મનાય છે. આ વૃક્ષમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

પીપળાના વૃક્ષની પરિક્રમા

પીપળાના ઝાડની પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરવી. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને પિતૃ ખુશ થાય છે.

માછલીને ખાવાનું આપો

કોઈ નદી અથવા તળામાં જઈને માછલીને લોટની ગોળીઓ ખવડાવી શભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

હરિયાળી અમાસે કરો આ 8 ઉપાય, દૂર થશે દરેક કષ્ટ