હરિયાળી અમાસ આ વખતે 17 જુલાઈએ છે. આ દિવસે પિતૃની પૂજા કરવાનું માહત્મ્ય છે. આ ઉપરાંત કેટલાક ઉપાયો કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 5 છોડ વાવવા જોઈએ. આવું કરવાથી શનિ દોષ અને કાલસર્પદોષ અને પિતૃ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
હરિયાળી અમાસના દીવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તલના તેલનો દીવો પ્રગટાવવો. આ દીવામાં થોડાંક કાળા તલ નાંખવા.
નારિયેળને એક સફેદ કપડામાં બાંધી તેમાં થઓડાક ચોખા રાખઈ દેવા અને તેમાં 11 રૂપિયા રાખી પોતાના માથાથી પગ સુધી 7 વાર ઊતારની ક્યાંક મૂકી દેવા.
હરિયાળી અમાસે ગાયને રોટલી અને ખીર ખડવાની તથા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવી. આવું કરવાથી પિતૃની કૃપા થશે.
તાંબાના લોટામાં ગુલાબનું ફૂલ નાંખી તેમાં કાળા તલ નાંખી પીપળાના ઝાડ પાસે અર્પિત કરો. આવું કરવાથી ધનની અછત થશે નહીં.
હરિયાળી અમાસના દિવસે પીપળાની પૂજા અને વૃક્ષારોપણ કરવાથી ગ્રહ દોષ શાંત થઈ જાય છે. આ દિવસે સવાર-સાંજે પીપળાના મૂળમાં દૂધ અને જળ અર્પણ કરવું.
હરિયાળી અમાસના દિવસે કાલસર્પ દોષને દૂર કરવા માટે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરવી અને શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો.