શિવજીની આ વસ્તુ રાખો ઘરે, થશે ધનવર્ષા


By Kisankumar Sureshkumar Prajapati16, Jul 2023 03:04 PMgujaratijagran.com

શ્રાવણ મહિના

શ્રાવણમાં શિવજીની પૂજાનું અનેરું માહત્મ્ય છે.ત્યારે અમે તમને ભગવાન શિવ સાથે રહેલી કેટલીક વસ્તુ વિશે જણાવીએ. જેને ઘરમાં રાખવાથી ધનવર્ષા થઈ શકે છે.

પોઝિટિવ એનર્જી માટે

ઘરમાં શિવ સ્તુત કરતી વખતે જમરુ વગાડવું જોઈએ. આવું કરવાથી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે.

બાળકો માટે

એવું માનવામાં આવે છે કે, બાળકોના રૂમમાં ડમરું રાખવાથી તેમના પર નકારાત્મક પ્રભાવ પડતો નથી અને કોઈ મુશ્કેલી આવતી નથી.

બીમારીઓ માટે

શિવજીનું ડમરુંથી ચમત્કારી મંત્રોનું ઉચ્ચારણ થાય છે. તેની ધ્વનીથી બીમારીઓ સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

તણાવ માટે

શિવજીના ડમરુંની ધ્વની એટલી શક્તિશાળી હોય છે કે, તણાવ દૂર કરવાની સાથે મને શાંત કરે છે.

ડમરુંનું મહત્ત્વ

એવું માનવામાં આવે છે કે, સૃષ્ટિની રચના વખતે વિદ્યા અને સંગીતના દેવી સરસ્વતી અવતરિત થયા હતા ત્યારે તેમની વાણીમાંથી નીળકતી ધ્વનિ સુર અને સંગીત રહિત હતી.

શિવજીનું ડમરું

શાસ્ત્રો મુજબ શિવજીએ 14 વાર ડમરું અને તાંડવ કર્યું ત્યારે સંગીતની ઉત્પતિ થઈ હતી ત્યારથી ડમરુંને સંગીતનો પ્રવર્તક માનવામાં આવે છે.

ડમરુંનું રહસ્ય

ડમરું બગાડવાથી અ, ઉ અને મ એટલે કે ઓમની ધ્વનિ નીકળે છે. તેની સાથએ આ અવાજ આપણા મનમાંથી પણ નીકળે છે.

જાણો શુભ કાર્યમાં શ્રીફળ વધેરવુ શા માટે પવિત્ર માનવામાં આવે છે