By Jignesh Trivedi17, Jan 2023 10:42 AMgujaratijagran.com
હાલ ચારેબાજુ જોશીમઠની તસવીરો વાયરલ થઈ રહી છે. એવામાં અમે તમારા માટે કેટલીક એવી તસવીર લાવ્યા છીએ જે તમારી સમક્ષ જોશીમઠની હાલની સ્થિતિનો ચિતાર રજૂ કરશે.
ગેટવે ઓફ હિમાલયના નામથી પ્રખ્યાત જોશીમઠને જ્યોતિર્મઠના નામથી પણ ઓળખવામાં આવે છે. જોશીમઠ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું શહેર છે. જોશીમઠ
ઉત્તરાખંડના જોશીમઠમાં 700થી વધુ ઘરોમાં તિરાડ પડી ગઈ છે. ત્યાંની સ્થિતિને જોતાં લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. લોકો છોડી રહ્યાં છે ઘર
જોશીમઠની સામે આવતી તસવીરમાં ઠેકઠેકાણે તિરાડો જોવા મળે છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે જોશીમઠની હાલત કેટલી ખરાબ છે. અનેક જગ્યાએ પડી રહી છે તિરાડ
27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે જોશીમટ 5.4 સેન્ટીમીટર ધસી ગયું છે. જેને જોતા સરકાર બેઠકો કરીને લોકોને વ્હેલામાં વ્હેલી તકે મદદ મળે તે માટેના પ્રયાસ કરી રહી છે. ધસી રહ્યું છે જોશીમઠ
વિકાસના નામે પહાડોને સતત કાપવામાં આવી રહ્યાં છે. જેના કારણે પહાડોમાં કંપન ઊભું થાય છે અને આ ધ્રુજારીને કારણે પહાડ સતત નબળા પડી રહ્યાં છે. આ કારણને લીધે જ ઉત્તરાખંડને પ્રાકૃતિક આપદાઓનો સામનો કરવો પડે છે. પહાડોને કાપવાને કારણે
સોશિયલ મીડિયા પર વારંવાર જોશીમઠની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. જે સ્પષ્ટ જણાવે છે કે જોશીમઠની સ્થિતિ વ્હેલામાં વ્હેલી તકે સુધારવી જરૂરી છે. ઘણી જ વાયરલ થઈ રહી છે તસવીરો
જોશીમઠ માત્ર એક ઉદાહરણ નથી. ધીમે ધમે પ્રકૃતિ પરનો વધતો જતો ભાર આપણાં ભવિષ્ય માટે નુકસાનકારક છે. અને એટલે જ તમામ વૈજ્ઞાનિકો દ્વારા તેનાથી બચવાની સલાહ આપવામાં આવે છે. વૈજ્ઞાનિકો શું કહી રહ્યાં છે
આપણે વારંવાર હવામાનમાં ફેરફાર, હિમાલય ઓગળવાથી અને ન જાણે આવી કેટલી આપદાઓ અંગે સાંભળી રહ્યાં છીએ. તેમ છતાં આ આપદાઓને રોકવા માટે કોઈ ખાસ પ્લાન જોવા નથી મળી રહ્યાં.શું આપણામાં હજુ કંઈ સુધારો થયો છે
આ તો કેટલાંક જ પોઈન્ટ અહીં રજૂ કર્યા છે જે જોશીમઠની સ્થિતિ દર્શાવે છે. જો સ્ટોરી સારી લાગી હોય તો તેને લાઈક કરો અને શેર કરો.