By Jignesh Trivedi17, Jan 2023 09:57 AMgujaratijagran.com
હવે તમારે તકિયાને સાફ રાખવા માટે શું કરવું તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. ધોયા વગર કઈ રીતે સાફ રાખી શકાય તેની આસાન ટીપ્સ અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ. જેને તમે ફોલો કરી શકો છો.
તમે તકિયાને ધોયા વગર સાફ રાખવા માટે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તકિયાની વચ્ચે રહેલી ગંદગી બહાર નીકળી જશે અને તમારો સમય પણ એટલો નહીં બગડે. વેક્યૂમ ક્લીનર
તમે તકિયાને લાકડાની મદદથી સાફ કરી શકો છો કેમકે કહેવાય છે કે લાકડાથી તકિયા પર મારવાથી ધૂળ અને માટી બહાર નીકળી જાય છે. સ્ટિક પર કપડું રાખીને પણ તકિયો સાફ કરી શકાય છે.લાકડાનો ઉપયોગ
તમે તકિયાને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારે તકિયા પર જ્યાં ગંદગી કે પછી ડાઘ-ધબ્બા પડ્યા હોય ત્યાં એક ચમચી બેકિંગ સોડા નાંખી દો. પછી તેને બ્રશ વડે ઘસી લો. જ્યારે તે સુકાય જાય ત્યારે હાથેથી ઘસીને સાફ કરી નાખો.&બેકિંગ સોડા
તમે તકિયાને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. તે માટે તમે બ્રશ અને ટૂથપેસ્ટ લો અને તકિયા પર જામેલી ગંદગી પર ટૂથપેસ્ટ લગાવી દો. પછી તેને બ્રશની મદદથી ઘસો અને 10 મિનિટ માટે રાખી મૂકો. ટૂથપેસ્ટનો ઉપયોગ કરો
અનેક વખત તકિયા ઉપરથી સાફ દેખાય છે,પરંતુ અંદર ગંદગી હોય છે. જેના કારણે બેક્ટેરિયા પેદા થાય છે. એવામાં સારું રહેશે કે જો તમે તકિયાને એક દિવસ માટે તડકામાં રાખી દો. તડકામાં રાખો
જો તમારા તકિયા ભીના હોય તો તેને સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. જે માટે તકિયાનું કવર ઉતારી લો અને તકિયા પર હેર ડ્રાયરનો ઉપયોગ કરો. તકિયો આસાનીથી સુકાય જશે. તકિયાને આ રીતે સૂકવો
તકિયાને હંમેશા સાફ અને ફ્રેશ જગ્યાએ રાખો. તકિયા પર ગંદગી ન જામે તેથી તેને કવર કરીને રાખો. દર સપ્તાહે તકિયાનું કવર ચેન્જ કરો. જો તમારા તકિયા પર કોઈ ડાઘ પડ્યો છે તો તેને હાથેથી સાફ કરો. આ વાતનું ધ્યાન રાખવું જરૂરી
આ રીતે તમે તમારા તકિયાને સાફ રાખી શકો છો. સ્ટોરી સારી લાગી અને મહત્વપૂર્ણ જાણકારી મળી હોય તો આ આર્ટિકલને શેર કરો.