ઘડિયાળને આ દિશામાં લગાડવાથી વધશે નાણાકીય તકલીફ


By Jignesh Trivedi18, Jan 2023 10:37 AMgujaratijagran.com

ઘડિયાળ ન માત્ર સમય પરંતુ શુભ-અશુભના સંકેત પણ આપે છે. યોગ્ય દિશામાં ઘડિયાળ તમને ખરાબ સમય પણ જણાવે છે. તો અટકી ગયેલી કે બંધ પડેલી ઘડિયાળ તમારી સફળતામાં અડચણ પણ ઊભી કરે છે. ત્યારે આજે આપણે વાસ્તુ એક્સપર્ટ નરેશ સિંઘલ પાસેથી ઘરમાં ઘડિયાળ લગાડવાના વાસ્તુ ટિપ્સ અંગે જાણીશું.

વાસ્તુ મુજબ ઘરમાં રહેલી જૂની કે ખરાબ ઘડિયાળ નેગેટિવિટિ લઈને આવે છે. તેનાથી ઘરમાં રહેતા લોકોના મનમાં ખરાબ વિચાર આવે છે. આ ઘડિયાળ લાવે છે નેગેટિવિટી

ઘરમાં અનેક પ્રકારની ઘડિયાળ રાખવાથી પોઝિટિવ એનર્જી પર ખરાબ અસર પડે છે. ધાતુની ઘડિયાળને ક્યારેય પૂર્વ દિશાની દીવાલ પર ન લગાડવી જોઈએ. પોઝિટિવ એનર્જી પર પડે છે અસર

તૂટેલી ઘડિયાળને ઘરમાં ક્યારેય ન રાખો. આ સાથે જ અટકી ગયેલી કે બંધ પડેલી ઘડિયાળને પણ ઘરમાં ન રાખવી જોઈએ. તૂટેલી ઘડિયાળ

જો તમારા ઘરમાં રુપિયા-પૈસાના કબાટ પાસે બંધ ઘડિયાળ લગાડવામાં આવી છે તો તેને ત્યાંથી તાત્કાલિક હટાવી દો. બંધ પડી ગયેલી ઘડિયા તે જગ્યાએ લગાડવાથી ધનની સમસ્યા આવી શકે છે.&થાય છે ધન હાનિ

જો ઘરના કોઈ રિલેશનવાળી જગ્યાએ બંધ ઘડિયાળ લગાડવામાં આવી હોય તો તેનાથી રિલેશનશિપમાં સમસ્યાઓ આવી શકે છે. તેથી આવી ઘડિયાળ તાત્કાલિક ત્યાંથી હટાવી દો.&રિલેશનશિપમાં અંતર આવે છે

બાળકોના રૂમમાં દીવાલ પર ઘડિયાળ લગાડવાથી પોઝિટિવ એનર્જી વધે છે. તેનાથી બાળકોને પણ સમયના મહત્વનું ભાન રહે છે.બાળકોના રુમમાં લગાવો ઘડિયાળ

ઘડિયાળને ક્યારેય એવી જગ્યાએ ન લગાડવી જ્યાંથી તમારા ઘરમાં પ્રવેશ કરતા જ તેના પર નજર પડે, આવું કરવું અશુભ ગણવામાં આવે છે. એન્ટ્રી સ્થાન પર ઘડિયાળ ન લગાડવી

જો તમારા ઘરમાં પણ આ રીતે કોઈ ઘડિયાળ છે તો તેને ત્યાંથી તાત્કાલિક હટાવી દો, સાથે જ ઘડિયાળ સાથે જોડાયેલાં આ તમામ વાસ્તુ નિયમ પણ જાણો. સ્ટોરી સારી લાગી હોય તો તેને લાઈક અને શેર કરો.&

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

લો કેલેરી સ્નેક્સ, જે ઝડપથી ઉતારશે વજન