By Jignesh Trivedi10, Jan 2023 10:03 PMgujaratijagran.com
આપણું શરીર આપણી આદતો અંગે જણાવે છે અને સંકેત આપે છે કે આપણે દરરોજ શું કરીએ છીએ. આપણું શરીર જ આપણી પર્સનાલિટીના રહસ્યો ખોલે છે.
બોડી રીડિંગ્સની કળા હવે ઘણી જ પ્રચલિત થઈ રહી છે. લોકો હવે માત્ર પામેસ્ટ્રી જ નહીં પણ શરીરના અન્ય અંગો પર પણ ફોકસ કરે છે. ફેસ રીડિંગ, હેડ રીડિંગ, ફુટ રીડિંગ, ફોરહેડ રીડિંગ સહિતની વસ્તુ હવે લોકપ્રિય થઈ રહી છે.બોડી રીડિંગ પણ એક આર્ટ છે
આ વિષય પર અમે ફુટ રીડર, સ્પિરિચ્યુઅલ હીલર, ક્રિસ્ટલ હીલર અને IREMIAના ફાઉન્ડર પ્રીતિ ચઢ્ઢા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે નખ પર્સનાલિટીના સીક્રેટ્સ ખોલે છે.નખ પર્સનાલિટીના રહસ્યો ખોલે છે
એવા લોકો જેમના નખ નોર્મલથી વધુ પડતાં સફેદ હોય તો તેઓ ઘણાં જ ઓર્ગેનાઈઝ્ડ હોય છે, તેમની પર્સનાલિટીમાં થોડુંક અભિમાન પણ હોય છે. આવા નખ મોટા ભાગે નાના હોય છે.&સાફ અને સફેદ નખ
આવી વ્યક્તિ હંમેશા અવ્યવસ્થિત રહે છે, તેમણે પોતાની જાતને બેલેન્સ કરવાની જરૂર હોય છે. જો કે આવા લોકો પોતાની પર્સનાલિટીમાં અનેક વખતે શાલીનતા દેખાડે છે અને દિલના સાફ હોય છે. તૂટેલાં અને ગંદા નખ
આવા નખ સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓ તરફ ઈશારો કરે છે. અનેક વખતે આવા લોકોના નખના રંગ બદલાતા હોય છે. ઈનગ્રોન નેલ્સ
આવા લોકો ઘણાં જ એન્ગઝાઈટી હોય છે. તેઓ કોઈપણ સ્થિતિમાં ઝડપથી ગભરાઈ જાય છે. ચવાયેલા નખ
જો તમે એક્સ્ટ્રીમ નેલ્સ રાખો છો, જે ઘણાં જ મોટા કે પછી નખને નેચરલ શેપમાં ઘણો બદલાવ કરે છે તેઓ કંટ્રોલ કરનારી પર્સનાલિટીવાળા હોય છે. જિયોમેટ્રી શેપ વાળા નખ
પ્રીતિ કહે છે કે ફુટ રીડર તરીકે તેઓ સલાહ આપે છે કે લોકોએ પોતાના નખ સાફ અને કપાયેલા રાખવા જોઈએ કે જેથી તમારું કાર્મિક ચક્ર સુધરી શકે. કેવા નખ રાખવા જોઈએ