By Jignesh Trivedi10, Jan 2023 08:26 PMgujaratijagran.com
શું તમે પણ પૈસા બચાવવા માગો છો તો તમારે કેટલીક વસ્તુઓનું વિશેષરૂપે ખ્યાલ રાખવું જરૂરી છે. આજના આર્ટિકલમાં અમે તમને કેટલીક આસાન ટિપ્સ જણાવીશું. જે વાંચીને તમે સહેલાયથી પૈસા બચાવી શકશો.
તમારી સેલેરીના કેટલાંક ભાગનું રોકાણ કરવું જોઈએ. આવું કરવાથી તમે તમારા પૈસા બચાવી શકો છો. તમને ખબર પણ નહીં પડે અને થોડું રોકાણ લાખો રૂપિયા બચાવશે.રોકાણ કરો
અનેક વખતે આપણે ખર્ચ વધુ કરીએ છીએ, આવું કરવાથી પણ આપણું આખું બજેટ બગડી જાય છે. જો તમારે તમારા પૈસા બચાવવા છે તો તમારો ખર્ચ વહેંચી લો. આવું કરવાથી તમે તમારા પૈસા બચાવી શકો છો.&ખર્ચા ઓછા કરો
અનેક લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કંઈ પણ જાણ્યા સમજ્યા વગર કરે છે. આવું કરવાથી પણ તમારું બજેટ ખરાબ થઈ શકે છે.ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળો
જો તમારી સેલેરી મહિનાની 40 હજાર રૂપિયા છે તો તમારે 25 હજાર બચાવવા જોઈએ. ત્યારે કેટલા પૈસા કયાં ખર્ચાશે તેનો હિસાબ રાખવો જોઈએ. એવામાં તમે તમારા પૈસા બચાવી શકો છો.&દરેક મહિનાનું બજેટ તૈયાર કરો
કારણ વગરનું શોપિંગ કરવાનું ટાળો. અનેક વખતે કારણ વગર શોપિંગ કરવા જતા રહીએ છીએ. ઈચ્છા ન હોવા છતાં કેટલાક એવા સામાનની ખરીદી કરીએ છીએ જેનો ઉપયોગ જ હોતો નથી.&વધુ પડતું શોપિંગ કરવાનું ટાળો
અનેક વખતે દેખાડો કરવા જતા વધુ ખર્ચ કરી બેસીએ છીએ. આવું કરવાનું ટાળવું જોઈએ. આ ચક્કરમાં પડવાથી પણ અનેક વખતે ખર્ચો વધી જાય છે. દેખાડો કરવામાં વધુ ખર્ચ ન કરો
જે દિવસે સેલ હોય તે દિવસે શોપિંગ કરવાનું રાખો. આવું કરવાથી તમારા પૈસા બચી શકે છે. આજકાલ શોપિંગ મોલ્સમાં વારંવાર સેલ અને ઉત્સવ કે કોઈ યોજના અંતર્ગત સસ્તી વસ્તુ વેચાતી હોય છે.&સેલથી શોપિંગ કરો
જો તમે પૈસા બચાવવા માગો છો તો આ ટિપ્સને ફોલો કરો. સ્ટોરી સારી લાગી હોય તો શેર કરો.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Neha Malikએ ઓફ શોલ્ડર ડ્રેસમાં આગ લગાવી, જુઓ તસવીરો