By Jignesh Trivedi16, Jan 2023 10:44 AMgujaratijagran.com
જીવનની કેટલીક યાદગાર વસ્તુઓનો અનુભવ કરવા માટે તમારે બનારસની યાત્રા જરૂરથી કરવી જોઈએ. વારાણસીની કેટલીક એવી જગ્યાઓ જુઓ જે અવિસ્મરણીય છે.
કાશી વિશ્વનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. જેના દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે. અનેક ભક્તોનું માનવું છે કે શિવલિંગની એક ઝલક તમારી આત્માને શુદ્ધ કરી દે છે અને જીવનને જ્ઞાનના પથ પર લઈ જાય છે. કાશી વિશ્વનાથ મંદિર
અસ્સી ઘાટને સ્થાનિક લોકોનું દિલ પણ કહેવાય છે. આ ઘાટ અસ્સી અને ગંગા નદીઓના સંગમ પર સ્થિત છે. અહીં એક પીપળાના ઝાડની નીચે શિવલિંગને સ્થાપિત કરાયું છે, જે ઘણું જ પ્રસિદ્ધ છે. આ ઘાટનું ધાર્મિક મહત્વ ઘણું જ છે અને પુરાણોમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ મળે છે. અસ્સી ઘાટ
આ ફોર્ટ વેદ વ્યાસ મંદિર, રાજાનું નિવાસસ્થાન અને ક્ષેત્રીય ઈતિહાસને સમર્પિત એક સંગ્રહાલય છે. આ ગંગા નદીન પૂર્વી તટે તુલસી ઘાટની સામે સ્થિત છે. જેનું નિર્માણ કાશી નરેશ બળવંત સિંહે કરાવ્યું હતું. આ જગ્યા ફરવા માટે ઘણી જ ખાસ છે. તમે આ જગ્યાએ જઈને ભારતીય ઈતિહાસને જાણી શકો છો. રામનગર ફોર્ટ
માનવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન બ્રહ્માએ દશા અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ ઘાટ એક ધાર્મિક સ્થળ છે અને અહીં અનેક પ્રકારના અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. આ ઘાટ પર સાંજે આયોજિત થનારી ગંગા આરતી વિશ્વ પ્રખ્યાત છે અને દરરોજ સેંકડો લોકો આ આરતીનો લાભ લે છે.દશાશ્વમેઘ ઘાટ
દેવધરા કાશીમાં ઘણાં એવા મંદિર છે જેને જાણવા અને સમજવાની સાથે દર્શન-પૂજન માટે દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે. આ મંદિરની સુંદરતા જોવા માટે પણ દર વર્ષે અનેક પર્યટકો આવે છે. આ એકમાત્ર એવું મંદિર જ્યાં કોઈ દેવી-દેવતાની નહીં પરંતુ અખંડ ભારતની મૂર્તિની પૂજા થાય છે.ભારત માતા મંદિર
બનારસમાં માત્ર બાબા ભોલેનાથનું જ મંદિર નહીં પણ માં દુર્ગાનું દિવ્ય અને પૌરાણિક મંદિર પણ છે. માતા દુર્ગાનું આ મંદિર કાશીના જૂનાં મંદિરોમાંથી એક છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 1760માં બંગાળના રાણી ભવાનીએ કરાવ્યું હતું. શ્રી દુર્ગા મંદિર
આ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે 500 ઈસવીમાં કરાવ્યું હતું. સમ્રાટ અશોકે પોતાના શાસનકાળમાં અનેક સ્તૂપ બનાવ્યા હતા અને આ સ્તૂપમાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી અનેક નિશાનીઓ રાખવામાં આવી હતી. ધમેખ સ્તૂપ
બનારસની આ જગ્યાઓ જ નહીં પણ કાશીની મુલાકાત લેવી એક અદભૂત અને અલૌકિક લહાવો છે. તો રાહ કોની જુઓ છો, પેકિંગ શરૂ કરો. જય બાબા વિશ્વનાથ.&
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
સાફ-સફાઈ માટે આ જગ્યાએ હાથ નથી પહોંચ્તા, તો આ દેશી કિમિયા અજમાવો