ઘરમાં રહેલું આવું ફર્નીચર ક્યાંક બગાડે નહીં તમારું ફ્યૂચર
By Jignesh Trivedi20, Jan 2023 10:14 AMgujaratijagran.com
જ્યોતિષમાં ઘરના ફર્નીચર સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવવામાં આવી છે. જ્યોતીષ એક્સપર્ટ ડૉ.રાધાકાંત વત્સે જણાવ્યું કે કયા પ્રકારનું ફર્નીચર ઘરમાં લાવવાથી તમારા જીવનમાં ઉથલપાથલ થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વડના ઝાડના લાકડાથી બનેલું ફર્નીચર ક્યારેય ઘરમાં ન લાવવું જોઈએ. તેનાથી મોટી ધનહાનિ થઈ શકે છે. વડના વૃક્ષનું લાકડું
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પીપળાના વૃક્ષના લાકડાથી બનેલું ફર્નીચર ઘણું જ અશુભ હોય છે. તેનાથી ઘરમાં નેગેટિવિટી વધે છે. પીપળાના વૃક્ષનું લાકડું
પીપળો અને વડના વૃક્ષ જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ પોતાના મૂળીયા ફેલાવે છે, જેના કારણે જમીનમાં તિરાડ પડે છે જે ભેદ દર્શાવે છે. શું છે કારણ
વાસ્તુની સલાહ મુજબ પીપળો અને વડના ઝાડ જમીનમાં પડેલી તિરાડની જેમ જ કલેશ અને મતભેદ ઊભા કરે છે. વાસ્તુની સલાહ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સાગ, સીસમ અને અશોકના ઝાડની લાકડાથી બનેલા ફર્નીચરને શુભ માનવામાં આવે છે. તેનાથી લક્ષ્મી માતાની કૃપા વરસે છે. આવું ફર્નીચર શુભ છે
અર્જુન, લીમડો કે સાગના ઝાડના લાકડા ઘણાં જ પવિત્ર અને શુભ હોય છે. આ ઝાડના લાકડામાંથી બનેલું ફર્નીચર ઝડપથી ધન લાભના યોગ બનાવે છે. આ લાકડાથી થાય છે ધન લાભ
આ તમામ ઝાડના લાકડામાંથી બનેલું ફર્નીચર ઘરમાં લાવવા ઉપરાંત તમે આ ઝાડને ઘરના આંગણામાં લગાવી શકો છે. જેનાથી વિકાસના માર્ગ ખુલે છે. ઘરના આંગણામાં પણ લગાવો
ફર્નીચરનું લાકડું પસંદ કરવાની સાથે સાથે તેને ખરીદવા માટેના દિવસ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે ખરીદવામાં આવેલું ફર્નિચર હંમેશા ફળે છે. કયા દિવસે ફર્નીચર ખરીદવું જોઈએ
જો તમે પણ ઘરમાં નવું ફર્નીચર લાવવાનું વિચારો છો તો આ જ્યોતિષના નિયમને એકવખત જરૂરથી સમજી લો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કરો અને શેર કરો.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Benefits of Ashwagandha: પ્રોટીનની જગ્યાએ કરો અશ્વગંધાનો ઉપયોગ