By Jignesh Trivedi19, Jan 2023 10:13 AMgujaratijagran.com
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદર રાખવામાં આવેલી દરેક વસ્તુની અસર આપણાં જીવન પર પડે છે. રસોડામાં વાસ્તુ મુજબ કલર કરાવવાથી તમારા જીવન માટે ઘણું લાભકારી પુરવાર થઈ શકે છે. આવો જાણીએ-
રસોડામાં કેટલાંક વિશેષ રંગની પસંદગી કરવી જોઈએ. જેનાથી ઘરના લોકો સ્વસ્થ રહે અને ઘરમાં સુખ શાંતિ આવે. આવો જાણીએ વાસ્તુ સ્પેશિયાલિસ્ટ ન્યૂમેરોલોજિસ્ટ અને ટેરો કાર્ડ રીડર મધુ કોટિયા પાસેથી. એક્સપર્ટનો અભિપ્રાય
કિચનમાં આ રંગની પસંદગી તમારા જીવનમાં સકારાત્મકતા લાવે છે. આ રંગના પ્રયોગથી પરિવારમાં અંદરોદરના સંબંધોમાં મીઠાસ આવે છે. કેસરી રંગ
વાસ્તુ મુજબ સફેદ રંગ પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે અને સ્વચ્છતા તેમજ પ્રકાશ સાથે પણ જોડાયેલો છે. આ રંગ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર કરે છે. સફેદ રંગ
વાસ્તુ મુજબ લીલા રંગને આશા અને સદ્ભાવનો રંગ માનવામાં આવે છે. આ રંગ તમારી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. કિચનમાં આ રંગના ઉપયોગને લઈને તમારે વિચારવું જોઈએ.&લીલો રંગ
વાસ્તુ શાસ્ત્રમાં આ રંગને ઉર્જા, તાજગી અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. આ રંગ ઘરમાં ખુશીઓ લાવે છે. પીળો રંગ
વાસ્તુમાં ગુલાબી રંગને પ્રેમનો પ્રતીક માનવામાં આવે છે. કિચનમાં આ રંગના ઉપયોગથી પરિવારના લોકો વચ્ચે એડજેસ્ટમેન્ટ યથાવત રહે છે. ગુલાબી રંગ
વાસ્તુ મુજબ આ રંગને ઘણો સારો માનવામાં આવે છે. આ રંગના ઉપયોગથી એક સકારાત્મક રસોઈની ભાવના આવે છે. કિચનમાં બ્રાઉન ટોન દક્ષિણ-પશ્ચિમ તરફની દીવાલ માટે એકદમ યોગ્ય છે.&ચોકલેટ બ્રાઉન કલર
તમે પણ તમારા કિચનમાં આ રંગનો પ્રયોગ કરી શકો છો. સ્ટોરી સારી લાગી હોય તો વધુને વધુ શેર કરો.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Kidney Stones: આ વસ્તુઓથી દૂર રહેજો, નહીં તો વધી શકે છે પથરીની સમસ્યા