લાબું અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો, આ વસ્તુઓ પલાળીને સવારે રોજ ખાઓ


By Hariom Sharma26, Jun 2023 09:31 PMgujaratijagran.com

હેલ્થ માટે પલાળેલી દ્રાક્ષ, બદામ, અંજીર, ચણા, મગ, મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક હોય છે. આ વસ્તુઓનું સેવન નિયમિત રીતે કરવો જોઇએ.

શરીરને મળશે પ્રોટીન

આ તમામ વસ્તુઓ પલાળીને ખાવાથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. અહીં અમૂક વસ્તુઓ બતાવી રહ્યાં છે, જેને પલાળીને સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

ફણગાવેલા મગ

પ્રોટીનથી ભરપૂર મગ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. રોજ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. શરીરને ફાઇબર અને વિટામન પણ મળે છે.

દેશી ચણાના ફાયદા

કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકો ડાયટમાં ફણગાવેલા ચણાનો સમાવેશ કરવો જોઇએ. ચણા સ્ટેમિના વધારવા માટે બેસ્ટ છે, રોજ ખાવાથી થાક દૂર થાય છે.

પલાળેલી અંજીર

અંજીરને પલાળીને ખાવાથી હાડકાં મજબૂત થાય છે. પલાળેલાં અંજીરમાં ઝિંક, મેંગનીજ, આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી જેવા તત્ત્વો હોય છે.

મેથી દાણા

મેથીના દાણા શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. ડાયાબિટીસના દર્દીનેઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. માસિક અને વેટ લોસમાં પણ તેનો અદ્ભૂત ફાયદો છે.

જડીબુટ્ટીનું કામ કરે છે મેથીના દાણા, જેનાથી થાય છે ઘણા લાભ