જડીબુટ્ટીનું કામ કરે છે મેથીના દાણા, જેનાથી થાય છે ઘણા લાભ


By Hariom Sharma26, Jun 2023 09:23 PMgujaratijagran.com

હર્બલ દવા છે મેથીના દાણા

મેથીના પાંદળાનું શાક બનાવી શકાય છે અને તેના દાણા દાળમાં ઉપયોગ કરી શકાય છે. મેથીને આયુર્વેદમાં એક સારી જડીબુટ્ટી માનવામાં આવે છે.

એસિડીટીમાં આપે છે રાહત

જો તમને પેટમાં હંમેશાં ગેસની પ્રોબ્લેમ રહેતી હોય અથવા તો પેટ ભારે ભારે લાગતું હોય, તો તમારે સવારે ખાલી પેટે પલાળેલી મેથીનું સેવન કરવું જોઇએ. આનાથી તમને એસિડીટીમાં રાહત મળશે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે છે

મેથીના દાણા બ્લડ સુગરને કંટ્રોલ રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ મેથીનું પાણી પીવું જોઇએ તેનાથી ઘણો ફાયદો થાય છે.

પાચનક્રિયા રાખે છે મજબૂત

ભીની મેથીનું સેવન કરવાથી પાચનમાં વધારો થાય છે, અને ગૈસ્ટ્રાઇટિસને પણ દૂર રાખે છે. કબજિયાત, એસિડીટી જેવી બીમારીઓથી બચવા માટે તમારે મેથીનો ઉપયોગ કરવો જોઇએ.

પિત્ત- કફમાં પણ રાહત

મેથીના બીજ ગરમ હોય છે, આ કારણોસર જ તે કફમાં લાભકારક છે. જેને કફ વધુ બનતો હોય તેને મેથીના દાણાનો ઉપયોગ કરવો જોઇએ. પિત અને કફની બીમારીવાળાએ મેથીના પાણીનો પીવામાં ઉપયોગ કરવો જોઇએ.

કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ કરે છે

કોલેસ્ટ્રોલનું લેવલ વધુ હોય તે લોકોને હાર્ટ અટેક જોખમ રહે છે. રગોને સાફ રાખવા અને હૃદય રોગથી બચવા માટે તમારે મેથીના બીજને પલાળીને ખાવા જોઇએ.

સ્તનપાનમાં પણ ફાયદાકારક

મેથીનો ઉપયોગ વર્ષોથી એક એવા પદાર્થ તરીકે કરવામાં આવે છે જે સ્તનપાન કરાવતી માતાઓને દૂધનું પ્રમાણ વધારો કરવામાં મદદરૂપ થાય છે.

નાની ઉંમરમાં જીમ જવાથી થઇ શકે છે આ 5 નુકસાન