ઘણાં લોકો નાની ઉંમરમાં જ જીમ જવાનું શરૂ કરી દેતા હોય છે, પરંતુ આવુ કરવું નુકસાનકારક બની શકે છે. આનાથી સ્નાયુઓને નુકસાન થવાની સાથે ઇન્જરી પણ થઇ શકે છે. આવો જાણીએ નાની ઉંમરમાં જીમ જવાથી થતાં નુકસાન વિશે.
ઘણાં યંગ લોકો ઝડપથી બોડી બનાવવા સ્ટેરોઇડ્સ અથવા તો હેવી વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. આ આદત હાડકાને કમજરો બનાવી શખે છે. આના કારણે હાડકાનો દુખાવો થઇ શકે છે.
નાની ઉંમરમાં હાડકા અને શરીરનો વિકાસ સારી રીતે થતો નથી. એવામાં જીમ જવાથી વેટ લિફ્ટિંગ અથવા લેગ પ્રેસ વગેરે જેવી કસરત કરવાથી શરીરમાં ઇન્જરી થવાનું જોખમ રહે છે.
નાની ઉંમરમાં સ્નાયુઓ મજબૂત નથી હોતા. એવામાં જીમ જવાથી સ્નાયુઓ પર જોર પડે છે, જેનાથી ઘણી વાર મસલ્સ પેન અથવા સ્ટ્રેન થવાની સાથે સાથે સ્નાયુઓમાં કમજોરી આવી શકે છે.
નાની ઉંમર ઘણાં લોકો વધુ કાર્ડિયો અથવા પાવર લિફ્ટિંગ કરે છે. આને કરવાથી હાર્ટને નુકસાન પહોંચી શકે છે. આનાથી હાર્ટ બીટ વધવાની સાથે સાથે હાર્ટ ડેમેજનું જોખમ પણ રહે છે.
એક્સપર્ટ વગર કસરત કરવાથી ઘણી વાર લોકોમાં પોશ્ચર પર પણ અસર થઇ શકે છે. એવામાં ઘણાં લોકો જીમમાં ખોટી રીતે કસરત કરે છે. જેનાથી ઘણી વાર પોશ્ચર ખરાબ પણ થઇ શકે છે.