કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, પરંતુ તેની સાથે કેટલી વસ્તુઓ ખાવાથી શરીરને માટે હાનિકારક પણ બની શકે છે. આવો જાણીએ કેરી સાથે કઇ વસ્તુઓ ના ખાવી જોઇએ.
કેરીની સાથે મસાલેદાર વસ્તુઓનું સેવન ના કરવું. આ કોમ્બિનેશન ટ્રાય કરવાથી એસિડિટી અથવા છાંતીમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે.
કેરી ખાધા પછી તરત પાણી પીવું નુકસાનકારક બની શકે છે. કેરીની સાથે પાણી પીવાથી પાચનને લગતી સમસ્યા જેવી કે ગેસ, અપચો વગેરે થઇ શકે છે.
કેરી ખાધાના પછી તરત કારેલા ખાવાથી બચવું જોઇએ. આ કોમ્બિનેશન સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. આને ખાવાથી તમને ઉલટી, ઉબકા અથવા શ્વાસને લગતી સમસ્યા થઇ શકે છે.
કેરીની સાથે લીલા મરચાનું કોમ્બિનેશન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આને ખાવાથી પેટમાં દુખાવો અથવા બળતરા જેવી સમસ્યા થઇ શકે છે. કેરી ખાધા પછી એકથી બે કલાક પછી લીલા મરચાનું સેવન કરવું.
કેરી ખાવાની સાથે કાર્બોનેટેડ ડ્રિન્ક પીવું નુકસાનદાયક બની શકે છે. આનું કારણ છે કેરી અને કાર્બોનેટેડ ડ્રિન્ક બંનેમાં શુગરની ભરપૂર માત્રા હોય છે તો આ બંનેનું સેવન સાથે કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.