Snoring Treatment at Home: નસકોરાથી છૂટકારો મેળવવા આ ફૂડ ખાવ


By hariom sharma15, Feb 2023 07:30 AMgujaratijagran.com

નસકોરાથી છૂટકારો

લોકો નસકોરાની સમસ્યાને નજરઅંદાજ કરતાં હોય છે. નસકોરા એ ગંભીર બીમારીના સંકત ગણાય છે. નસકોરાની સમસ્યા દૂર કરવા માટે સારું ડાયેટ લેવું પણ લાભકારક છે.

સફરજન

સફરજનમાં પોટેશિયમ હોય છે, જે નસકોરા દૂર કરવા માટે મદદરૂપ થાય છે. સફરજનમાં રહેલાં પોષકતત્ત્વ બ્લડ વેસેલ્સને સારી રીતે કામ કરવા માટે મદદ કરે છે. જેનાથી નસકોરાની પ્રોબ્લેમ દૂર થાય છે.

આદું

આદુંનું સેવન કરવાથી સ્નાયુઓને આરામ મળે છે. આ થાક અને નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે મદદ કરે છે.

ડુંગળી

નસકોરાથી રાહત મેળવવા પાકેલી ડુંગળી ખાવી. ડુંગળીમાં એન્ટિઓક્સિડેન્ટના ગુણ હોય છે, જે સંક્રમણથી લડવામાં મદદ કરે છે.

હળદર

હળદરનું સેવન કરવાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે. જેનાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે. નસકોરાથી રાહત મેળવવા માટે હળદરવાળું દૂધ પીવું જોઇએ.

મધ

નસકોરાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સૂતા પહેલાં ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને સેવન કરવું.

Back Pain: પુરુષોમાં કમર દુખાવાના આ કારણો છે, જાણો આનાથી બચવાના ઉપાય