Urine Sigh: પેશાબમાં દુર્ગંધ આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત, ઈગ્નોર ના કરશો


By Sanket M Parekh17, May 2025 03:51 PMgujaratijagran.com

બીમારીઓનો સંકેત

સામાન્ય રીતે પેશાબ કરવા પર લાઈટ સ્મેલ આવે છે, પરંતુ તીવ્ર દુર્ગંધ આવે તો તે કેટલીક બીમારીઓનો સંકેત હોઈ શકે છે. જ્યારે વ્યક્તિ કોઈ બીમારીનો ભોગ બન્યો હોય, તો શરૂઆતના દિવસોમાં શરીર કેટલાક સંકેત અચૂક આપે છે. ઘણાં ખરા રોગોની જાણ તો પેશાબની દુર્ગંધથી જ થઈ શકે છે.

પેશાબમાં દુર્ગંધ કેમ આવે?

પેશાબમાં તીવ્ર દુર્ગંધ આવે, તો તે ગંભીર સમસ્યાનો સંકેત માનવામાં આવે છે. આજે અમે એવી 4 બીમારીઓ વિશે જણાવીશું, જે પેશાબમાં દુર્ગંધ આવવાનો સંકેત માનવામાં આવે છે.

ડાયાબિટીસનો સંકેત

ડાયાબિટીસ થવા પર પણ પેશાબમાંથી દુર્ગંધ આવે છે. જો તમારા પેશાબમાં ફળ જેવી ગંધ આવે, તો તમને ડાયાબિટીસ હોઈ શકે છે. આવી સ્થિતિમાં એકવાર સુગર ટેસ્ટ અચૂક કરાવવો જોઈએ.

ડિહાઈડ્રેશનનો સંકેત

ગરમીના દિવસોમાં ઘણાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. જો તમારા પેશાબમાંથી દુર્ગંધ આવી રહી હોય, તો સમજો શરીરમાં પાણીની કમી થઈ રહી છે.

કિડનીની સમસ્યા

પેશાબમાં દુર્ગંધ આવવી કિડની સાથે સંકળાયેલી સમસ્યાનો પણ સંકેત હોઈ શકે છે. પેશાબમાં દુર્ગંધ આવવાની સાથે-સાથે સ્કિન પણ પીળી પડી જતી હોય, તો તે કિડની સબંધિત ગંભીર સમસ્યા હોઈ શકે છે.

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન

પેશાબથી દુર્ગંધ આવવાનું એક કારણ યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન માનવામાં આવે છે. આ ઈન્ફેક્શનના કારણે મૂત્રમાર્ગ અને કિડની પર વિપરિત અસર થાય છે.

ઉનાળામાં કઈ બીમારીમાં તરબૂચ ન ખાવું જોઈએ? જાણો