જાનવરોમાં સૌથી વધારે સમજદાર શ્વાનને માનવામાં આવે છે. જે માણસ સાથે સહજતાથી મિત્રતા કેળવી લે છે. કૂતરા એકવખત કોઈને ઓળખી લે, તો તેને ક્યારેય ભૂલતા નથી.
ડૉલ્ફિન ફિશને પણ સૌથી સમજદાર જાનવરો પૈકી એક માનવામાં આવે છે. ડૉલ્ફિન મોટાભાગે માનવી જેવો જ વ્યવહાર કરે છે.
ચિમ્પાન્ઝીને વિશ્વનું સૌથી બુદ્ધિશાળી જાનવર માનવામાં આવે છે. ચિમ્પાન્ઝી એકદમ માણસ જેવી જ નકલ કરી શકે છે.
પોપટ પણ સૌથી સમજદાર પશુ-પંખીઓમાં એક મનાય છે. પોપટ કોઈ પણ વાત સરળતાથી શીખી લે છે અન તેની નકલ પર ઉતારી શકે છે.
એવું કહેવાય છે કે, સુઅરનું મગજ કોઈ માણસના 3 વર્ષના બાળક જેટલું તેજ હોય છે. આ સાથે જ સુઅર જ્યાં રહે છે, ત્યાંનો રસ્તો તેઓ ક્યારેય નથી ભૂલતા.
ઘોડાને ઝડપી દોડનારા પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, ઘોડા ક્યારેય કશું જ નથી ભૂલતા અને ખાટા માણસની ઓળખ કરવાની શક્તિ તેમની પાસે હોય છે.
કાગડાને પણ સમજદાર માનવામાં આવે છે, કારણ કે કોઈ પણ સમસ્યાનો તેમને અગાઉથી અંદેશો આવી જાય છે.