જો કિચન કેબિનેટ પર ઉધઈ થઈ ગઈ હોય, તો તે જગ્યાએ વિનેગર નાંખી દો. વિનેગરમાં એસિડ હોય છે, જે ઉધઈને મારવાનું કામ કરશે.
એક સ્પ્રે બોટલમાં 3-4 ચમચી બોરેક્સ પાવડરને પાણી સાથે મિક્સ કરીને નાંખો. હવે આ પાણીને ઉધઈ વાળી જગ્યાએ સ્પ્રે કરો. આમ કરવાથી ઉધઈ દૂર થઈ જશે.
કિચન કેબિનેટ પર લાગેલી ઉધઈને હટાવવા માટે મીઠાનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે ગરમ પાણીમાં મીઠાનું મિશ્રણ તૈયાર કરો. હવે તેનો ઉપયોગ ઉધઈ વાળી જગ્યા પર કરો.
લીમડાના તેલમાં એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેનાથી બેક્ટેરિયા મરી જાય છે. એવામાં ઉધઈને હટાવવા માટે તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો.
કિચન કેબિનેટના લાકડાના કાઉન્ટર પર ઉધઈ લાગી ગઈ હોય, તો તે જગ્યાએ પેટ્રોલ છાંટી દો. આમ કરવાથી ઉધઈ તરત જ મરી જશે.
ઉધઈ દૂર કરવા માટે કેરોસીનનો ઉપયોગ કરો. ઉધઈ પર કેરોસીન છાંટવાથી થોડીવારમાં તમામ ઉધઈ હટી જશે.
બેકિંગ સોડાને પણ ઉધઈ વાળી જગ્યા પર રાખી દો. આ માટે તમે બેકિંગ સોડાની પેસ્ટ તૈયાર કરીને તેનો પણ ઉપયોગ કરી શકો છો.