પગની નીચે તકિયો રાખીને સૂવાથી થશે જાદુઈ ફાયદા


By Sanket M Parekh20, Aug 2023 02:50 PMgujaratijagran.com

પગના સોજા ઉતરશે

અનેક વખત કલાકો સુધી પગ લટકતા રાખીને બેસવાથી પગમાં સોજા આવી જાય છે. જ્યારે સૂતા સમયે પગ નીચે તકિયો રાખવાથી ફ્યૂટ રિટેન્શન ઓછું થાય છે. જેના કારણે સોજા ઉતરવા લાગે છે.

કમર દર્દમાં રાહત

આજના સમયમાં મોટાભાગના લોકો કલાકો સુધી બેસીને કામ કરે છે. જેના કારણે કમરમાં દુખાવો થવા લાગે છે. એવામાં રાતે સૂતા સમયે તકિયો પગ નીચે રાખવાથી કમર દર્દમાં રાહત મળી શકે છે.

થાક ઉતારશે

આખો દિવસ કામ કરવાના કારણે સાંજ પડતા થાક લાગે છે. એવામાં સૂતા સમયે પગ નીચે તકિયો રાખવાથી શરીરને આરામ મળે છે.

માંસપેશીઓના દર્દમાં રાહત

પગ નીચે તકિયો રાખીને સૂવાથી શરીરને આરામ મળે છે. એવામાં માંસપેશીઓ ખેંચાતી નથી અને દર્દમાં રાહત મળે છે.

બ્લડ સર્ક્યુલેશન સુધરશે

અનેક વખત રાતે સૂતા સમયે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે નથી થઈ શકતુ. એવામાં પગની નીચે તકિયો રાખીને સૂવાથી બ્લડ સર્ક્યુલેશનમાં થતો અવરોધ ઓછો થાય છે.

રક્ષાબંધન પર આ TV એક્ટ્રેસના સાડી લુક્સ ટ્રાય કરો