આખો દિવસ કામ કર્યા પછી દરેક વ્યક્તિ શાંતિથી સૂવા માંગે છે. આ માટે મોટાભાગના લોકો સોફ્ટ બેડ જ પસંદ કરે છે તે જ સમયે શું તમે જાણો કે બેડની જગ્યાએ જમીન પર સૂવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. આવો જાણીએ ફિટનેશ એક્સપર્ટ ટીના ચૌધરી પાસેથી.
નિષ્ણાતો કહે છે કે પહેલાના સમયમાં લોકો પથારીને બદલે જમીન પર સૂતા હતા.આનાથી માત્ર સારી ઊંઘ જ નહીં મળતી પરંતુ શરીર પણ સ્વસ્થ રહે છે.
જમીન પર સૂવાથી કમર અને કરમના દુખાવામાં આરામ મળે છે,ઉપરાંત સવારે ઉઠ્યા પછી તાજગીનો અનુભવ થાય છે.
ઉનાળામાં જમીન પર સૂવું શ્રેષ્ઠ સાબિત થાય છે.તેનાથી શરીરને ઠંડક મળે છે અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે.
રાત્રે જમીન પર સૂવાથી તણાવ દૂર થાય છે. આવું કરવું મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જમીન પર સૂવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સૂધરે છે. આવી સ્થિતિમાં તે હૃદય અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
ફ્લોર પર સૂવાથી શરીરની લવચીકતા વધારવામાં અને શરીરની મુદ્રામાં સુધારો કરવામાં પણ મદદ મળી શકે છે, જમીન પર સૂવાથી શરીરના તમામ અંગો વચ્ચે સંતુલન જળવાઈ રહે છે.
ક્યારેય જમીન પર સીધા ન સૂવું આ પહેલા,નીચે એક સાદડી અથવા પાતળું ગાદલું પાથરો તેના પર સૂતી વખતે પીઠ કે જમણી બાજુ સુવું જોઈએ.
જમીન પર સૂવાથી શરીરને ફિટ રાખી શકાય છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.